Home /News /national-international /

મસ્જિદમાં નમાઝ પર સુપ્રીમે કહ્યું- કેસને મોટી ખંડપીઠ પાસે મોકલવાની જરૂર નથી

મસ્જિદમાં નમાઝ પર સુપ્રીમે કહ્યું- કેસને મોટી ખંડપીઠ પાસે મોકલવાની જરૂર નથી

પ્રતિકાત્મક તસવીર

બાબરી મસ્જીદ-રામ જન્મભૂમી જમીન વિવાદ સાથે જોડાયેલા એક મામલામાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે મહત્વનો નિર્મય થવા જઇ રહ્યો છે.

    બાબરી મસ્જીદ-રામ જન્મભૂમી જમીન વિવાદ સાથે જોડાયેલા એક મામલામાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે મહત્વનો નિર્યણ  આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ મસ્જિદમાં નમાઝ પઢવી ઇસ્લામ માટે અભિન્ન હિસ્સો છે કે નહીં અને શું આ મામલો બંધારણીય ખંડપીઠ પાસે મોકલવામાં આવે કે નહીં એ અંગે નિર્ણય કર્યો  હતો. મસ્જિદમાં નમાઝ પઢવા અંગેનો કેસ મોટી બેચમાં મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે.  હવે અયોધ્યા જમીન વિવાદના મુખ્ય કેસની 29 ઓક્ટોબર 2018થી સુનાવણી શરૂ થશે.

    અયોધ્યા મામલે જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, દરેક ધર્મ અને ધાર્મિક સ્થળોને સમાન સમ્માન હોવું જોઇએ. અશોકનો ઉલ્લેખ કરતા જસ્ટીસ ભૂષણે કહ્યું કે, બીજાના ધર્મ પ્રત્યે સહિષ્ણુત હોવાી વાત કહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશોક ભૂષણે કહ્યું કે, અમારી પાસે બે વિકલ્પ છે. એક જસ્ટીસ ભૂષણ અને સીજેઆઇ દિપક મિશ્રા અને બીજો જસ્ટીસ નઝીર.

    કોર્ટે કહ્યું કે, ઇસ્માઇલ ફારુકી કેસમાં અયોધ્યા જમીન વિવાદનો મામલો પ્રભાવિત નહીં થાય. આ કેસ બિલકુલ અલગ છે. આના ઉપર નિર્ણય થવાથી અયોધ્યા કેસમાં સુનાવણીનો રસ્તો સાફ થયો છે. કોર્ટના નિર્ણય પછી 29 ઓક્ટોબર 2018ના રોજ અયોધ્યા ટાઇટલ સૂટ ઉપર સુનાવણી શરૂ થશે.

    બંને જજોના નિર્ણયથી જસ્ટિસ નઝીરની અસહમતિ દર્શાવી છે. તેમણે કહ્યું કે, તેઓ સાથી જજોની વાત સાથે સમ્મત નથી. એટલે કે આ કેસનો નિર્ણય 2-1ના હિસાબથી આવ્યો છે. જસ્ટીસ નઝીરે કહ્યું કે, જે 2010માં અલ્હાબાદ કોર્ટમાં નિર્ણય આવ્યો હતો. તે 1994ના નિર્ણયથી પ્રભાવમાં આવ્યો હતો. આ મતલબ આ મામલાને મોટી ખંડપીઠમાં મોકલવો જોઇતો હતો.





    સુપ્રીમ કોર્ટને અત્યારે 1994માં ઇસ્માઇલ ફારુકની અરજી આવેલા આક પોઇન્ટ ઉપર જ નિર્ણય આપવાનો છે. કોર્ટ આ પહેલા 20 જુલાઇએ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.કે બંધારણીય ખંડપીઠે 1994ના નિર્ણય ઉપર ફરી વિચાર કરવાની જરૂર છે કે નહીં.

    કોર્ટે કહ્યું હતું કે, પહેલા એ નક્કી થશે કે બંધારણીય ખંડપીઠના 1994ના તેમના નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે કે નહીં. મસ્જીદમાં નમાઝ પઢવું ઇસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં. ત્યારબાદ જ વિવાદિત જમીનના માલિકી હક અંગે વિચાર થશે.

    ઉલ્લેખનીય છે કે, 1994માં પાંચ જજોની ખંડપીઠે રામ જન્મભૂનિમાં થયાસ્થિતિ યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. પીઠે એ પણ કહ્યું હતું કે, મસ્જીદમાં નમાઝ પઢવું ઇસ્લામ ઇસ્લામ માટે ઇન્ટીગ્રલ પાર્ટ નથી.

    મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે, આ નિર્ણય ખોટો હતો. અને નિર્ણયથી હાલના કેસમાં અસર પાડી શકે છે. એટલે આ મામલા પર ફરીથી વિચાર થવો જરૂરી છે. એવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ જો એવો નિર્ણય આપે કે આ કેસમાં ફરીથી વિચાર કરવો જોઇએ તો ઇસ્માઇલ ફારુકીના કેસને પાંચથી વધારે જજોની ખંડપીઠમાં મોકલવામાં આવશે. અયોદ્યા વિવાદનો મામલો ટળી જશે. પરંતુ જો કોર્ટે એ નિર્ણય લેશે કે ઇસ્માઇલ ફારુકી વાળા નિર્ણય ઉપર ફરીથી વિચારની જરૂર નથી તો અયોધ્યા મામલામાં સુનાવણી શરૂ થશે.

    ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે 2010માં નિર્ણય આપ્યો હતો કે અયોદ્યાની વિવાદિત જમીનો એક તૃતિઆંશ હિન્દુ અનેએક તૃતિઆંશ મુસ્લિમ અને એક તૃતિઆંશ રામ લલાને આપી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Ayodhya verdict, Essential, Islam suprem court, Mosuque, Namaz, Sc

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन