મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન? સરકાર રચવા માટે આ છે અંતિમ 5 વિકલ્પ

News18 Gujarati
Updated: November 12, 2019, 12:20 PM IST
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન? સરકાર રચવા માટે આ છે અંતિમ 5 વિકલ્પ
એનસીપીને આગામી 24 કલાકની અંદર સમર્થન પત્રની સાથે સરકાર રચવાનો દાવો રજૂ કરવો પડશે. (ફાઇલ તસવીર)

જો એનસીપી સરકાર નહીં બનાવી શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય ઉથલપાથલ સતત ચાલી રહી છે. કઈ પાર્ટીની સરકાર બનશે તેને લઈ કોકડું રોજેરોજ ગૂંચવાતું જાય છે. સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ શિવસેના (Shiv Sena)ને વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો. હવે રાજ્યપાલે ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપી (NCP)ને પૂછ્યું છે કે શું તેઓ સરકાર બનાવી શકે છે? એનસીપીને આગામી 24 કલાકની અંદર સમર્થન પત્રની સાથે સરકાર રચવાનો દાવો કરવો પડશે. એટલે કે, જો એનસીપી સરકાર બની બનાવી શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગી શકે છે. આવો એક નજર નાખીએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા વિશે શું વિકલ્પ બચ્યા છે...

પહેલો વિકલ્પ : NCPને આજે રાત્રે 8:30 વાગ્યા સુધી રાજ્યપાલને જણાવવું પડશે કે તેઓ સરકાર બનાવવામાં સમર્થ છે કે નહીં. NCPને સરકાર બનાવવાને લઈ કૉંગ્રેસનું સમર્થન મળી શકે છે. પરંતુ શિવસેનાના સમર્થન વગર સરકાર બનાવવી શક્ય નહીં હોય. શિવસેના ઈચ્છે છે કે તેમની પાર્ટીમાંથી જ કોઈ મુખ્યમંત્રી બને. એવામાં NCP સરકાર બનાવવાનો પ્રસ્તાવ ફગાવી શકે છે.

બીજો વિકલ્પ : રાજ્યપાલ કૉંગ્રેસને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે. જોકે, ત્યાં પણ મામલો ગૂંચવાયેલો છે. કૉંગ્રેસને NCPનું સમર્થન મળી શકે છે. પરંતુ તેમના માટે શિવસેનાથી સમર્થન મેળવવું સરળ નહીં હોય. બંને પાર્ટીઓની અલગ-અલગ વિચારધારા છે. આ ઉપરાંત, કૉંગ્રેસને એ વાતનો પણ ડર છે કે ક્યાંક શિવસેનાના સમર્થન લેતાં તેમની મુસ્લિમ વોટ બેન્ક ખસકી ન જાય.

ત્રીજો વિકલ્પ : કૉંગ્રેસ અને NCP બંને સરકાર રચવાનો ઇન્કાર કરી દે છે તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. પરંતુ જો થોડા દિવસ બાદ કૉંગ્રેસનું મન બદલાઈ જાય અને તેઓ સમર્થન આપવા માટે તૈયાર થઈ જાય તો પછી શિવસેનાની સરકાર બની શકે છે.

ચોથો વિકલ્પ : બીજેપીએ ભલે સરકાર બનાવવાનો ઇન્કાર કરી દીધો હોય પરંતુ સ્થિતિ બદલાઈ શકે છે. કાયદાના જાણકાર માને છે કે બાકી બચેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાન ઇન્કાર કરતાં બીજેપી અહીં ફરી એકવાર પ્રયાસ કરી શકે છે.

પાંચમો વિકલ્પ : જો રાજ્યપાલને લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ પણ કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં નથી તો પછી ત્યાં નવેસરથી ચૂંટણી યોજી શકાય છે.આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં સરકાર પર સસ્પેન્સ યથાવત્, રાજ્યપાલે સરકાર બનાવવા NCPને આમંત્રણ આપ્યું
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर