Home /News /national-international /Real Estate: તહેવારની સિઝનમાં ઘર ખરીદવું હિતાવહ છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Real Estate: તહેવારની સિઝનમાં ઘર ખરીદવું હિતાવહ છે? જાણો શું કહે છે એક્સપર્ટ

રિયલ એસ્ટેટમાં રોકાણ એ સમજદાર એસેટ ક્લાસ તરીકે ગણવામાં આવે છે.

Festive season Home offers: ઘર ખરીદનાર તેમના સપનાનું ઘર વિવિધ માધ્યમો દ્વારા ખરીદી શકે છે, જેમાંથી એક હોમ લોન છે. હોમ લોન લઈને ખરીદદાર પ્રોપર્ટી પર એકસાથે ખર્ચ કરવાથી બચી શકે છે. તેઓ ઘરની ખરીદી પ્રક્રિયાને અફોર્ડેબલ અને સ્ટ્રેસ ફ્રી કરવા માસિક હપ્તા (EMIs) દ્વારા લોનની ચુકવણી કરી શકે છે.

વધુ જુઓ ...
  તહેવારની સિઝનમાં રિયલ એસ્ટેટ માર્કેટ ચમકશે તેવી અપેક્ષા છે. 2022ના આગામી દિવસો નવરાત્રિ, દિવાળી અને ક્રિસમસ જેવી અનેક ઉજવણીઓથી ભરપૂર છે. છેલ્લા કેટલાક મહિનામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી હતી. મહામારીના કારણે પાછલા બે વર્ષમાં દેશવ્યાપી લોકડાઉન થયું હતું. હવે આ સેક્ટરે આંચકામાંથી બહાર આવી ગતિશીલતા દર્શાવી છે. આ વર્ષે, ઘર ખરીદનારાઓ અને ખાસ કરીને પ્રથમ વખત ખરીદનારાઓના વિશ્વાસમાં વધારો જોવા મળ્યો છે. આ તહેવારોની મોસમ ઘરોમાં રોકાણ માટે સારી તક તરીકે ઉભરી આવી છે.

  livemintના અહેવાલ મુજબ સ્ટર્લિંગ ડેવલપર્સના માર્કેટિંગ વિભાગના ડિટેક્ટર અંજના શાસ્ત્રી સમજાવે છે કે આ વર્ષે તહેવારોની સિઝન ચમકશે કારણ કે રિયલ એસ્ટેટ માર્કેટમાં હેલ્ધી રિકવરી જોવા મળી છે અને તે સ્ટેબલ ગ્રોથની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓ એ હકીકતનો પુરાવો છે કે ઘર ખરીદનારનો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે છે. ગ્રાહકો સમજે છે કે તેમની પાસે વિવિધ વિકલ્પો છે અને તેઓ વિશ્વાસપૂર્વક ખરીદીના નિર્ણયો લેવામાં સક્ષમ છે.

  તેમના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટમાં રોકાણ એ સમજદાર એસેટ ક્લાસ તરીકે ગણવામાં આવે છે. કારણ કે તેની કિંમત સતત વધતી રહે છે. ઘણા નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમજ ઘર ખરીદનારાઓ પઝેશન લઈ શકે તેવા તૈયાર-મુવ-ઇન પ્લાન પણ છે.

  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બજારમાં એન્ડ યુઝર્સની માંગનો અનુભવ થવાનું શરુ થયું છે અને અમે અત્યરથી જ ઘરની ખરીદી માટે ગંભીર હોય તેવા લોકોનો વધતો ટ્રેન્ડ જોઈ રહ્યં છીએ. અમે ઘણા બધા પ્રથમ વખત ઘર ખરીદનારાઓ જોઈ રહ્યા છીએ. અગાઉ તેઓ આ નિર્ણય પર પહોંચવામાં સક્ષમ ન હતા. આ ફેસ્ટિવ સીઝનમાં જેઓ ઘરની ડીલ ફાઇનલ કરવા માટે હવે આતુર છે.

  આ પણ વાંચો- અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કોઠારિયાના કમાને આટલા ડોલરની ભેટ મળી

  તેઓએ ઉમેર્યું કે, વધુ આવક અને વધુ સારી સુવિધાઓથી સજ્જ મોટી, વૈભવી જગ્યાઓ પર અપગ્રેડ કરવાની ઈચ્છા તેમજ મિલેનિયલ્સમાં પોતાનું મકાન હોવાની ઘેલછા પણ તાજેતરમાં ઘરની માંગમાં તીવ્ર વધારાને વેગ આપ્યો છે.આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાની જરૂરિયાત સામે બજારના સેન્ટિમેન્ટમાં ઉત્સાહ આ તહેવારોની સિઝનને વધુ આકર્ષક બનાવે છે.

  જો કે, શાસ્ત્રી એ પણ નિર્દેશ કરે છે કે, પ્રોપર્ટીમાં રોકાણ કરતી વખતે ખરીદદારોએ માત્ર આકર્ષક સોદાઓ જ ન જોવા જોઈએ પરંતુ ડેવલપરની પ્રતિષ્ઠા અને લોકેશન, એક્ઝિક્યુશન તેમજ ડેવલપરે ઓફર કરેલી સુવિધાઓ જેવ અન્ય પરિબળો પણ ધ્યાનમાં લેવા જોઈએ. આ સાથે તેઓએ આવનારા દિવસોમાં આ ઉદ્યોગમાં વૃદ્ધિના નવા તબક્કાની આશા પણ વ્યક્ત કરી છે.

  આ પણ વાંચો- બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી, બે લોકોના મોત

  અહીં ઉલ્લેખનિય છે કે, ઘર ખરીદનાર તેમના સપનાનું ઘર વિવિધ માધ્યમો દ્વારા ખરીદી શકે છે, જેમાંથી એક હોમ લોન છે. હોમ લોન લઈને ખરીદદાર પ્રોપર્ટી પર એકસાથે ખર્ચ કરવાથી બચી શકે છે. તેઓ ઘરની ખરીદી પ્રક્રિયાને અફોર્ડેબલ અને સ્ટ્રેસ ફ્રી કરવા માસિક હપ્તા (EMIs) દ્વારા લોનની ચુકવણી કરી શકે છે. ઉપરાંત, ઘર ખરીદનારાઓ તેમના ડ્રીમ હાઉસ માટે મોટી રકમનું ડાઉન-પેમેન્ટ કરી શકે છે અને બાકીની ખરીદી કિંમત EMI દ્વારા ચૂકવી શકે છે.

  અહીં કેટલીક મુખ્ય બેંકોના કેટલાક હોમ લોન વ્યાજ દરો આપેલા છે.


  SBI હોમ લોનના વ્યાજ દરો

  રેગ્યુલર હોમ લોન પર SBIના વ્યાજ દરો ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે. બેંકે CIBIL સ્કોર્સ 800થી વધુ અથવા તેની બરાબર ધરાવતા લોન લેનાર પર 8.05%નો દર લાગે છે, જ્યારે 750-799ના સ્કોર પર 8.15% અને 700-749 ક્રેડિટ સ્કોર પર 8.25%નો દર છે. બેંક 100-200 વચ્ચેના ક્રેડિટ સ્કોર્સ પર 8.25% દર લગાવે છે. બેંકે 650-699 ના CIBIL સ્કોર પર 8.35% વસૂલ્યું છે, અને 550-649 ના સ્કોર પર તેનો વ્યાજ દર 8.55% છે. SBI લઘુત્તમ EBR એટલે કે 8.05%ને આધીન મહિલા ઋણ લેનારાઓને 0.05% છૂટ આપે છે.

  ICICI બેંક હોમ લોન દરો

  પગારદાર લોન લેનારાઓ માટે રૂ.35 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ 8.10-8.85 ટકા અને રૂ.35 લાખથી રૂ.75 લાખની વચ્ચે છે. રૂ.75 લાખથી વધુની હોમ લોનનો દર 8.10-8.95% સુધીનો છે. જ્યારેસ્વ-રોજગારી કરતા લોન લેનાર માટે ICICI બેંકે રૂ.35 લાખ સુધીની અને રૂ.35 લાખથી વધુની રૂ.75 લાખ સુધીની હોમ લોન પર 8.20-9% થી વ્યાજ દર વસૂલ્યો છે. બીજી તરફરૂ.75 લાખથી વધુની હોમ લોન માટે સ્વ-રોજગારવાળાને 8.20% થી 9.10% વ્યાજ દરનો સામનો કરવો પડશે.

  આ પણ વાંચો- 'ચંદીગઢ યુનિવર્સિટી'ની શરમજનક ઘટના પર સોનુ સૂદનું નિવેદન

  HDFC બેંક હોમ લોનના વ્યાજ દરો

  રૂ.30 લાખ સુધીની હોમ લોન પર HDFC બેંકે પગારદાર મહિલાઓ પર 8.10% થી 8.50% અને અન્ય પગારદાર વર્ગો માટે 8.15% થી 8.55% વ્યાજ દર વસૂલ્યો છે. રૂ.30.01 લાખથી રૂ.75 લાખની વચ્ચેની હોમ લોન માટે નોકરિયાત મહિલાઓ માટે બેન્કનો વ્યાજ દર 8.35% થી 8.75% અને અન્ય માટે 8.40% થી 8.80% છે. જ્યારેરૂ.75.01 લાખ અને તેથી વધુની હોમ લોન માટે, પગારદાર મહિલાઓ પર વ્યાજ દર 8.45% થી 8.85% છે. બીજી તરફ સ્વ-રોજગાર કરતી મહિલાઓ અને અન્ય લોકો માટે હોમ લોન પર નોકરિયાત ઉધાર લેનારાઓની તુલનામાં વ્યાજ દર 10-15 બેસિસ પોઈન્ટ્સ વધારે છે.
  First published:

  Tags: Buy home, Home, Home loan EMI

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन