શ્રીલંકામાં મોટા હુમલાને અંજામ આપ્યા બાદ હવે આતંકી સંગઠનની નજક ભારત અને બાંગ્લાદેશ પર છે. આતંકી સંગઠન ISISનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આતંકીઓ કહી રહ્યાં છે કે શ્રીલંકા બાદ હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર છે.
આતંકી સંગઠન ISISએ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં પોસ્ટર જાહેર કરી લખ્યું છે, આ પોસ્ટરમાં લખવામાં આવ્યું કે- જો તમે એવું વિચારો છો કે, બંગાળ અને હિંદમાં તમે ખલીફાના સિપાહીઓના અવાજ બંધ કરી શકો છો, તો સાંભળો, અમે ક્યારેય ખામોશ નહીં થઇએ. અમારાં બદલાની તરસ ક્યારેય શાંત નહીં થાય.
આઇએસએ સોમવારે સવારે 7.30 વાગ્યે બાંગ્લાદેશના ગુલિસ્તાન થિયેટર નજીક બ્લાસ્ટ કર્યો હતો. જેમાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ કેટલાંક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બીજા દિવસે જ આઇએસ સાથે જોડાયેલા આતંકી સંગઠન અબુ મોહમ્મદ અલ-બંગાલીએ આ પોસ્ટર જાહેર કરી. આઇએસએ ઢાકા હુમલાને લઇને મંગળવારે સવારે પોતાના મુખપત્ર અમાકમાં આ નિવેદન આપ્યું. સાથે જ તેનો બંગાળી અનુવાદ પણ પોસ્ટ કર્યો. આ સિવાય બગદાદીના ભાષણની ટ્રાન્સ્ક્રિપ્ટ પણ આપી છે.
ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી આ તમામ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે. એજન્સીનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં થયેલો નાનો બ્લાસ્ટ ગેરમાર્ગે દોરવા હોઇ શકે છે. શક્ય છે કે, આ બ્લાસ્ટના ઓથારમાં બાંગ્લાદેશ અથવા પશ્ચિમ બંગાળમાં મોટાં હુમલાની યોજના બનાવવામાં આવી રહી હોય. આઇએસ તરફથી બંગાળી ભાષામાં જાહેર કરેલી ધમકી બાદ તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. આઇએસ સમર્થક ટેલિગ્રામ ચેનલે ગત ગુરૂવારે બંગાળી ભાષામાં એક પોસ્ટર રિલીઝ કરીને કહ્યું હતું - ટૂંક સમયમાં જ આવી રહ્યા છીએ.
એજન્સીઓએ શીઘ્રોઇ આસ્ચે (ટૂંક સમયમાં જ આવી રહ્યા છીએ) ઇન્શા અલ્લાહ લખી પોસ્ટ જાહેર થયા બાદ તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટર પર અલ-મુરસલત ગ્રુપનો લોકો પણ હતો. આ સંગઠને મંગળવારે ધમકીવાળું પોસ્ટ જાહેર કર્યુ હતું. એક અધિકારીએ કહ્યું કે, આ ગંભીર મુદ્દો છે. આઇએસએ કોલંબોમાં સ્થાનિક કટ્ટરપંથી સંગઠન તૌહિથ જમાતની મદદથી સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. બાંગ્લાદેશમાં શરૂઆતથી જ આઇએસની હાજરી સ્થાનિક જમાત-ઉલ-મુજાહિદ્દીનની મદદથી છે જ. તેથી જ ભારત માટે જોખમને નજરઅંદાજ ના કરી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર