શું રસી લેવી ફરજિયાત છે? કોણ લઈ શકે, કોણ ન લઈ શકે?, અહીં છે તમને મુંઝવતા પ્રશ્નોના જવાબ

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોવેકસીન અને કોવિશિલ્ડ એમ બે રસી ઉપલબ્ધ છે. ત્યારે વેકસીનને લઈ ઘણા સવાલ છે, આ અંગે આજે જવાબ આપીશું.

  • Share this:
નવી દિલ્હી : 2020ની શરૂઆતથી કોરોના મહામારીએ વિશ્વને બાનમાં લેવાનું શરૂ કર્યું હતું. કોરોનાએ ભારત સહિતના દેશોમાં એવી હાનિ પહોંચાડી કે, આખું વિશ્વ થથરી રહ્યું છે. લોકો કોરોનાના કારણે માનસિક, શારીરિક અને આર્થિક આઘાતથી પીડાયા છે. કોરોનાની સારવાર માટે ઘણી પદ્ધતિનો ઉપયોગ થયો પણ, કશું સારી રીતે કામ કરી રહ્યું નથી. વાયરસ વધુ ફેલાય નહીં તેવી આશા સાથે વિશ્વમાં રસીકરણ થવા લાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વાયરસના પોતાના કોઈ કોષો હોતા નથી, તેથી તે મલ્ટીપલ થવા માટે યજમાન કોષ પર સંપૂર્ણપણે નિર્ભર રહે છે. બીજી તરફ રસી આપણા શરીરને વાયરસને ઓળખવામાં મદદ કરી વાયરસને મારવા માટે જરૂરી કેમિકલ ઉત્પન્ન કરે છે અને વધુ ફેલાવો અટકે છે.

ભારતમાં કોવેકસીન અને કોવિશિલ્ડ એમ બે રસી ઉપલબ્ધ છે. ત્યારે વેકસીનને લઈ ઘણા સવાલ છે, આ અંગે હું આજે જવાબ આપીશું.

શું રસી મુકાવવી ફરજીયાત છે?

ના, સારવાર કે રસીકરણ ફરજિયાત નથી. રસી લેવી કે ન લેવી તે તમારા પર નિર્ભર છે. રસી વાયરસ સામે લડવા માટે તાકાત આપે છે, જેથી રસી લેવાની ભલામણ થાય છે. જેમ વધુ લોકોનું રસીકરણ થશે તેમ વાયરસનો ફેલાવો અટકશે.

- રસી કોણ લઈ શકે

• 18 વર્ષથી વધુની દરેક વ્યક્તિ રસી લઈ શકે છે. અત્યારે 2 વર્ષથી 18 વર્ષની વયના લોકો માટે ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમ બને તેમ જલ્દી 2 વર્ષથી વધુની વયના લોકો માટે પણ રસી ઉપલબ્ધ થશે.

• સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે રસીની સલામતી હજી નિશ્ચિત થઈ નથી.

• કોરોનાનું જોખમ ડાયાબિટીસ, હાયપરટેન્શન, કેન્સર, હ્રદય રોગ, કિડનીના રોગ, લીવરના રોગ, થાઇરોઇડ રોગ ધરાવતા દર્દીઓ પર વધુ હોય છે, જેથી તેમણે પણ રસી મુકાવવી જોઈએ. જોકે, રસી લેતી વખતે પોતાની બીમારી અને દવાઓ અંગે સ્થળ પર જ જાણ કરી દેવી જોઈએ.

- રસી કોણ લઈ ના શકે?

કોઈ પણ દવા કે રસીથી એલર્જી ધરાવતા વ્યક્તિએ રસીકરણ સ્થળ પર આરોગ્ય કર્મચારીને જાણ કરવી જોઈએ.

જે વ્યક્તિને પ્રથમ ડોઝથી એલર્જી થઈ હોય તેને બીજો ડોઝ ન લેવો

કફ, શરદી, તાવ વગેરેથી પીડાતા વ્યક્તિઓએ જ્યાં સુધી સંપૂર્ણ સાજા ન થઈ જાય ત્યાં સુધી રસી લેવાનું મુલતવી રાખવું જોઈએ.

જે લોકોને પ્લેટલેટ કાઉન્ટ ઓછા થાય તેવી થ્રોમ્બોસાયટોપેનિઆ બીમારી હોય અથવા જો તેઓ લોહી પાતળું કરવાની એન્ટીકોએગ્યુલન્ટ્સ જેવી કોઈ દવા લેતા હોય તો તેમને રસીકરણ સ્થળ પર હેલ્થ કેર વર્કરને તેની જાણ કરવી જોઈએ.

- કઈ રસી સારી છે?

રસીની એક બીજા સાથે શ્રેષ્ઠતા નથી. બંને રસીની અસરકારકતા અને સલામતી તુલનાત્મક છે.

- શું વ્યક્તિ એક ડોઝ એક રસીનો બીજો ડોઝ અન્ય રસીનો લઈ શકે?

ના, વ્યક્તિએ અલગ-અલગ રસીના ડોઝ ન લેવા જોઈએ.

- શું આપણે રસી લીધા બાદ ડ્રાઈવ કે કોઈ કામ કરી શકીએ?

હા, રસીની અસર વાહન ચાલવવા પર કે કામ કરવા પર થતી નથી.

- શું રસીના બને ડોઝ લેવા જરૂરી છે?

એક ડોઝ લીધો હોય તેના કરતાં બે ડોઝ લેનાર લોકોને સંક્રમણને જોખમ ઓછું હોય છે.

- બંને ડોઝ વચ્ચે કેટલો સમયગાળો રાખવો?

કોવિશિલ્ડમાં 12થી 16 અઠવાડિયા
કોવેકસીન – 28 દિવસ

- રસીના પ્રથમ અને બીજા ડોઝ પછી શરીરમાં કયા ફેરફારો થાય છે?

કોરોના સામે લડવા શરીર જરૂરી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ કૅન્સએની સાંદ્રતા બીજા ડોઝ પછી વધુ હોય છે. તેથી ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે અથવા જો ચેપ લાગે તો તે હળવો હશે.

• કેટલાક લોકોને માથાનો દુ:ખાવો, ભૂખ ઓછી થવી, ચક્કર આવવા, ઉબકા, ઉલટી, પેટમાં દુ:ખાવો, ખંજવાળ, ફોલ્લીઓ, જ્યાં ઇન્જેક્શન માર્યું હોય ત્યાં દુ: ખાવો, થાક, તાવ સહિતની આડઅસર જોવા મળે છે. આ આડઅસર માઈલ્ડ હોય છે, પેરાસીટામોલ જેવી દવાઓ લઈ રાહત મેળવી શકાય છે.

- સંપૂર્ણ રસીકરણ બાદ પણ માસ્ક પહેરવું જરૂરી?

હા, વાયરસ સામે કોઈ રસી 100 ટકા અસરકારક ન હોવાથી રસીકરણ બાદ પણ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, હાથ ધોવા, હાથ ન મિલાવવા અને ગળે ન મળવા સહિતની તકેદારી રાખવી પડશે.

- સંક્રમણ લાગ્યા બાદ પણ રસી લઈ શકાય?

હા, સંક્રમણમાંથી રિકવર થયા બાદ દર્દીએ રસી લેવી જોઈએ. જો કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા પછી ચેપ લાગે તો પછી બીજો ડોઝ સંપૂર્ણ રિકવરી થયા બાદ શિડ્યુલ મુજબ લેવો. જો એકેય ડોઝ ન લીધો હોય અને સંક્રમણ લાગ્યું હોય તેવા કિસ્સામાં નવી માર્ગદર્શિકા મુજબ, પોઝિટિવ રિપોર્ટની તારીખના 90 દિવસ પછી વ્યક્તિ શેડ્યૂલ મુજબ પ્રથમ ડોઝ અને બીજો ડોઝ શિડયુલ મુજબ લઈ શકે છે.

- શું ધુમ્રપાન કરનાર અને દારૂ પીનારાને રસી લેવાં કોઈ તકલીફ પડે?

ના, તેઓ પણ વેકસીન લઈ શકે. તેમાં જોખમ હોવાના કોઈ ડેટા નથી. પરંતુ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે તેનાથી ઇમ્યુનિટી ઘટે છે. ચેપ લાગવાની સંભાવના વધારે રહે છે. ધૂમ્રપાન અને આલ્કોહોલ કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારું નથી, તેથી ટાળવું વધુ સારું છે.

(DISCLAIMER: લેખક ડો. નિકેત રાય (એમબીબીએસ, એમડી) નવી દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અને લોક નાયક હોસ્પિટલના ફાર્માકોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર છે. અહીં વ્યક્ત કરેલા મંતવ્યો વ્યક્તિગત છે)
First published: