આર્મી ચીફે કહ્યું- જીતુ ફૌજીની વિરુદ્ધ પુરાવા મળશે તો પોલીસને સોંપી દેશે

News18 Gujarati
Updated: December 8, 2018, 3:11 PM IST
આર્મી ચીફે કહ્યું- જીતુ ફૌજીની વિરુદ્ધ પુરાવા મળશે તો પોલીસને સોંપી દેશે
આર્મી ચીફ બિપિન રાવત (ફાઇલ ફોટો)

આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે હું હૂડાના શબ્દોનું સન્માન કરું છું, આ એક વ્યકિતની અંગત ધારણ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: PoKમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર નિવૃત્ત લેફ્ટેનેંટ જનરલ ડીએસ હૂડાની ટિપ્પણીના થોડા સમય બાદ હવે સેનાધ્યક્ષ બિપિન રાવતે નિવેદન આપ્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે તે હૂડાના શબ્દોનું સન્માન કરે છે. તેઓએ કહ્યું કે આ એક વ્યક્તિની અંગત ધારણા છે તેથી તેની પર કોઈ ટિપ્પણી ન કરી શકાય.

સેનાધ્યક્ષ બિપિન રાવતે બુલંદશહર હિંસાના આરોપી જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજી વિશે કહ્યું કે જો તેની વિરુદ્ધ કોઈ પુરાવા છે એન પોલીસને લાગે છે કે આ મામલામાં તેની ભૂમિકા છે તો તેને પોલીસને સોંપી દેશે એન તપાસમાં સમગ્રપણે સહયોગ કરીશું.

આ પણ વાંચો, બુલંદશહર હિંસા: ઈન્સ્પેક્ટરની હત્યાનો આરોપી ફૌજી અરેસ્ટ, કહ્યું- હું પોતે FIR નોંધાવવા ગયો હતો

મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબાની ભૂમિકાને પાકિસ્તાન દ્વારા સ્વકારવા પર આર્મી ચીફે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ કોણે કર્યું. મને લાગે છે કે અમારે હવે કોઈ નિવેદન આપવાની જરૂર નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય જાણે છે કે તેમાં કોણ સામેલ હતું. સ્વીકાર કરવો સારો છે પરંતુ તેના વગર પણ અમને તેની ખબર છે.

હૂડાએ સર્જિકલ સ્ટ્રાઇક વિશે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, હૂડાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઇકનું જરૂરથી વધારે મહિમામંડન કરવામાં આવ્યું. સેનાનું ઓપરેશન જરૂરી હતું અને અમારે આ કરવાનું હતું. હવે તેની પર આટલું રાજકારણ થયું, તે સાચું છે કે ખોટું... તે તો રાજનેતાઓને જ પૂછવું જોઈએ.
First published: December 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading