IRCTCની વેબસાઇટ ખુલતા જ હેંગ થઈ, લોકો બુક નથી કરી શકતા ટિકિટ

News18 Gujarati
Updated: May 11, 2020, 5:04 PM IST
IRCTCની વેબસાઇટ ખુલતા જ હેંગ થઈ, લોકો બુક નથી કરી શકતા ટિકિટ
IRCTCની વેબસાઇટ ખુલતા જ હેંગ થઈ, લોકો બુક નથી કરી શકતા ટિકિટ

વેબસાઇટનું મુખ્ય પેજ ખુલી રહ્યું નથી. જો આ પેજ ખુલે તો પણ ટિકિટ બુકિંગ કરવામાં પરેશાની આવી રહી છે

  • Share this:
નવી દિલ્હી :  ભારતીય રેલવે (Indian Railway)ની ટિકિટ બુકિંગની વેબસાઇટ આઈઆરસીટીસી (Indian Railway Catering and Tourism Corporation)હેંગ થઈ ગઈ છે. આ વેબસાઇટ આજે (સોમવારે) સાંજે 4 વાગ્યાથી ટિકિટ બુકિંગ માટે ખોલવામાં આવી હતી. કાલે એટલે કે 12 મે થી રેલવે 15 ટ્રેન (અપ-ડાઉન સાથે 30) દોડાવવાની યોજના છે. જેની બુકિંગ સાંજે 4 વાગ્યાથી થવાની હતી પણ વેબસાઇટ (https://www.irctc.co.in/nget/)નું મુખ્ય પેજ ખુલી રહ્યું નથી. જો આ પેજ ખુલે તો પણ ટિકિટ બુકિંગ કરવામાં પરેશાની આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેએ રવિવારે નવી દિલ્હીથી દેશના અલગ-અલગ ભાગમાં ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.

સૂત્રોના મતે IRCTCએ કહ્યું કે વેબસાઇટ પર લોડ વધારે હોવાના કારણે થોડું સ્લો કામ કરી રહી છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે લોકો આરામથી ટિકિટ બુક કરે તેને લઈને એન્જીનિયર્સ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો - આ મોટા ભારતીય ડાયરેક્ટરે ડેવિડ વોર્નરને આપી ફિલ્મની ઓફર, જાણો શું મળ્યો જવાબ

12મી મેથી દેશના દરેક શહેરમાં ટ્રેન નહીં દોડે. શરૂઆતમાં ફક્ત 15 ટ્રેન (અપ-ડાઉન સાથે 30) દોડાવવાની યોજના છે. બાદમાં ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. નવી દિલ્હીથી દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઇ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુતાવી માટે ટ્રેન દોડશે.

પ્લેટફોર્મ પર ફક્ત જેમની કન્ફર્મ ટિકિટ હશે તેમને જ પ્રવેશ મળશે. આ ઉપરાંત મુસાફરે એરપોર્ટની જેમ બે કલાક વહેલા આવવું પડશે. કારણ કે તમામ મુસાફોનું સ્ક્રિનિંગ કરવાનું હોવાથી વધારે સમય લાગશે.
First published: May 11, 2020, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading