IRCTC news: રાજધાની, શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનમાં cooked food સાથે કેટરિંગ સર્વિસ ફરી શરુ થશે

ભારતીય રેલવેએ પ્રીમિયમ ટ્રેનોમાં કૂક્ડ ફૂડસાથે કેટરિંગ સર્વિસ (Catering services) ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. (Image-Twitter/IRCTC)

IRCTC latest news: ભારતીય રેલવેએ પ્રીમિયમ ટ્રેનોમાં કૂક્ડ ફૂડસાથે કેટરિંગ સર્વિસ (Catering services) ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોમાં રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેન સામેલ છે.

  • Share this:
    નવી દિલ્હી. ભારતીય રેલવે (Indian Railways to resume catering service with cooked food)એ લગભગ 50 ટ્રેનોમાં કૂક્ડ ફૂડ (cooked food) સાથે કેટરિંગ સર્વિસ (Catering services) ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોમાં રાજધાની (Rajdhani), શતાબ્દી (Shatabdi), દુરંતો (Duronto), વંદે ભારત (Vande Bharat), તેજસ (Tejas) અને ગતિમાન (Gatiman) એક્સપ્રેસ ટ્રેન સામેલ છે. રેલવે બોર્ડે આ અંગે સરક્યુલર જારી કર્યું છે.

    સૂત્રોથી મળેલી જાણકરી મુજબ, ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ 27 ડિસેમ્બરથી શરુ થાય તેવી શક્યતા છે. બહાર પાડવામાં આવેલા સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે ઝોનલ રેલવે ઉપલબ્ધ થનારી સર્વિસીઝના આધારે કેટરિંગ ચાર્જ અને રેટ લિસ્ટ વેરિફાઇ કરશે.

    ટિકિટ બુકિંગના સમયે જ મુસાફર કેટરિંગ સર્વિસનો વિલ્ક્પ મેળવી શકે, આ માટે ચાર્જિસને પીઆરએસ સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવશે. ફૂડની રેટ લિસ્ટ અને કેટરિંગ ચાર્જિસ તમામ રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનોમાં લાગુ થશે.

    આ પણ વાંચો: રામાયણ એક્સપ્રેસ ડ્રેસકોડ વિવાદ: ભગવા કપડાંને બદલે હવે કર્મચારીઓ પ્રોફેશનલ ડ્રેસ પહેરશે

    એસએમએસ અને ઈમેલથી મુસાફરોને જાણ કરવામાં આવશે

    રેલવે બોર્ડે આઈઆરસીટીસીને જણાવ્યું છે કે આ ટ્રેનોમાં પહેલાંથી જ ઈ-ટિકિટ બુક કરવી ચૂકેલા મુસાફરોને એસએમએસ અને ઈમેલના માધ્યમથી કૂક્ડ ફૂડ સપ્લાય ફરી શરુ કરવા અંગે જાણ કરવામાં આવશે. તો પીઆરએસના માધ્યમથી ટિકિટ બુક કરનારાને ઝોનલ રેલવે, એસએમએસ દ્વારા જાણકારી આપશે. પહેલેથી જ બુક કરાયેલી ટિકિટો માટે IRCTC કેટરિંગ સેવાનો લાભ ઉઠાવવા અને અગાઉથી ચાર્જ ચૂકવવા માટે તેની વેબસાઇટ પર સુવિધા પ્રદાન કરશે. આ સુવિધા ઈ-ટિકિટ અને કાઉન્ટર ટિકિટ બંને મુસાફરો માટે ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો: રેલવે તરફથી મુસાફરોને મોટી રાહત, હવે આ સ્ટેશનો પર 50ને બદલે 10 રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

    જો મુસાફરી દરમ્યાન ભોજન જોઈએ તો..

    પહેલેથી ટિકિટ બુક કરાવી ચૂકેલા એવા મુસાફરો, જેમણે કેટરિંગ સર્વિસ માટે ઓનલાઈન બુકિંગ નથી કરાવ્યું, તેઓ ઈચ્છે તો ટ્રેનમાં પેમેન્ટ કરીને ઓન ડિમાન્ડ રાંધેલું ભોજન (Cooked meal) મેળવી શકે છે. જો કે તે ઉપલબ્ધતા (availability) પર નિર્ભર રહેશે. ભોજનના રેટ લિસ્ટના આધારે ચાલતી ટ્રેનમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા કેટરિંગ ચાર્જ લેવામાં આવશે.
    Published by:Nirali Dave
    First published: