IRCTCની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, સેકન્ડ્સમાં બુક થશે ટિકિટ, મળશે આ નવા ફીચર્સ

IRCTCની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, સેકન્ડ્સમાં બુક થશે ટિકિટ, મળશે આ નવા ફીચર્સ
IRCTCની નવી વેબસાઇટથી દર મિનિટે 10 હજારથી વધુ ટિકિટ બુક થશે, પહેલા દર મિનિટે 7500 ટિકિટ બુક થઈ શકતી હતી

IRCTCની નવી વેબસાઇટથી દર મિનિટે 10 હજારથી વધુ ટિકિટ બુક થશે, પહેલા દર મિનિટે 7500 ટિકિટ બુક થઈ શકતી હતી

  • Share this:
    નવી દિલ્હીઃ IRCTCની વેબસાઇટ પર રોજના લાખો લોકો ટિકિટ બુક કરાવે છે, એવામાં અનેકવાર આ ઇ-ટિકિટિંગ વેબસાઇટ હેન્ગ થાય છે કે સ્લો થઈ જાય છે. જેના કારણે અનેકવાર ટિકિટ બુક થતા-થતાં ચૂકી જવાય છે. પરંતુ ભારતીય રેલ (Indian Railways) IRCTC ઇ-ટિકિટિંગ વેબસાઇટ અને એપ બંનેને અપગ્રેડ કરવા જઈ રહી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલ (Railway Minister Piyush Goyal) આ નવી વેબસાઇટને આજે લૉન્ચ કરવાના છે. નવી વેબસાઇટમાં ટિકિટ બુકિંગના વધુ ફ્રેન્ડલી ફીચર્સ હશે. અનેક પ્રકારના ફેરફારોની સાથે બુકિંગ પણ ઘણું ઝડપથી થશે.

    વેબસાઇટ અપગ્રેડ થવાથી સરળતાથી થશે ટિકિટ બુક



    - રેલ મંત્રાલયનું કહેવું છે કે IRCTCની વેબસાઇટ અને એપ અપગ્રેડ થઈ ગયા બાદ યાત્રી પહેલાની તુલનામાં વધુ ઝડપી અને કોઈ અડચણ વગર ટિકિટ બુક કરી શકશે.
    - ભારતીય રેલે કહ્યું કે અમે અમારી ઇ-ટિકટિંગ વેબસાઇટમાં યૂઝર પર્સનલાઇઝેશન અને ફેસિલિટીને વધારવાનું કામ કરી રહ્યા છીએ.
    - IRCTCની નવી વેબસાઇટમાં યાત્રીઓ માટે વધુ સારા ફીચર્સ હશે, જેનાથી ટિકિટ બુકિંગ સરળ થઈ જશે.
    - ટિકિટ બુકિંગની સાથે ખાવાનું બુક કરવા માટે અલગથી ફીચર આપવામાં આવશે જેની મદદથી તમે પોતાની પસંદનું ખાવાનું બુક કરી શકો છો.
    - વધુ લોડ પડતાં પણ વેબસાઇટ હેન્ગ થવાની સમસ્યા નહીં થાય.
    - વેબસાઇટમાં પહેલાની તુલનામાં વધુ જાહેરાતો હશે જેનાથી IRCTCને વધુ રેવન્યૂ મળવાની શક્યતા છે.
    - નવી વેબસાઇટથી દર મિનિટ 10 હજારથી વધુ ટિકિટ બુક થઈ શકશે. આ પહેલા દર મિનિટે 7500 ટિકિટ બુક થઈ શકતી હતી.

    આ પણ વાંચો, એપ્રિલથી ઘટી જશે આપની સેલરી, EMI ચૂકવવામાં થઈ શકે છે મુશ્કેલી, જાણો શું છે સરકારનો પ્લાન

    IRCTCમાં શરૂ થઈ નવી સુવિધા 'Book now pay later'

    IRCTCએ એક નવું પોસ્ટ પેડ પેમેન્ટ ઓપ્શન પણ શરૂ કર્યું છે. આ સુવિધાથી IRCTCની વેબસાઇટથી ટિકિટ બક કરીને તેની ચૂકવણી બાદમાં કરી શકાય છે. તેમાં યાત્રી ટિકિટ બુક કરીને e-payments દ્વારા 15 દિવસની અંદર ચૂકવણી કરી શકે છે કે પછી ટિકિટની ડિલિવરીના 24 કલાકની અંદર પણ પેમેન્ટ કરી શકાય છે.

    આ પણ વાંચો, આ શહેરમાં -45 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું તાપમાન, હવામાં ઈંડું અને નૂડલ્સ જામી ગયા

    રેલવેની ટિકટિંગ વેબસાઇટ IRCTC ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા પૂરી પાડે છે. રેલવે મુજબ, 2014ના બાદથી ટિકિટ બુકિંગની સાથોસાથ યાત્રીઓની સુવિધાને વધુ સારી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 31, 2020, 07:16 am

    ટૉપ ન્યૂઝ