IRCTC latest news: 1લી ડિસેમ્બરથી કેન્સલ થાય છે આ 12 ટ્રેન, મુસાફરીની યોજના બનાવતા પહેલાં લિસ્ટ અચૂક જોઈ લો
IRCTC latest news: 1લી ડિસેમ્બરથી કેન્સલ થાય છે આ 12 ટ્રેન, મુસાફરીની યોજના બનાવતા પહેલાં લિસ્ટ અચૂક જોઈ લો
1 ડિસેમ્બર 2021થી 28 ફેબ્રુઆરી 2022 સુધી અમુક ટ્રેનો રદ રહેશે. (Image: Shutterstock)
Train Cancelled News: પશ્ચિમ રેલવેએ પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર કુલ 12 ટ્રેનોને કેન્સલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલાં કેન્સલ થનારી ટ્રેનોનું લિસ્ટ અચૂક જોઈ લો.
IRCTC latest News: રેલવે મુસાફરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે. પશ્ચિમ રેલવેએ પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર કુલ 12 ટ્રેનોને કેન્સલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. 1 ડિસેમ્બર 2021થી 28 ફેબ્રુઆરી 2022 સુધી અમુક ટ્રેનો રદ રહેશે. જો તમે ટ્રેનમાં મુસાફરીની યોજના બનાવી રહ્યા છો તો પહેલાં કેન્સલ થવાની ટ્રેનોનું લિસ્ટ અચૂક જોઈ લો.
ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓપરેશનલ કારણોસર, પશ્ચિમ રેલવેની કેટલીક વિશેષ ટ્રેનો શિયાળાની ઋતુ એટલે કે 01/12/2021 થી 28/02/2022 સુધી રદ રહેશે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં ટ્રેનોને અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી ટ્રેનો તો પોતાના સમય પર સ્ટેશને પણ નથી પહોંચી શકતી. આવી સ્થિતિમાં, ટિકિટ લેતા પહેલા, તમારે ટ્રેનો વિશે વિગતવાર માહિતી મેળવી લેવી જોઈએ.’
નોંધનીય છે કે, ભારતીય રેલવે પાસે 600થી વધુ વિશેષ ટ્રેનો છે જે તહેવારોની સીઝન દરમ્યાન ચલાવવામાં આવી હતી જેથી કોરોના મહામારી દરમ્યાન ભીડને ટાળી શકાય. ઘણી ટ્રેનો દિવાળી અને છઠ્ઠ પૂજાને કારણે જ ચાલુ કરવામાં આવી હતી. ઘણી સ્પેશ્યલ ટ્રેનો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે પણ શરુ કરવામાં આવી હતી.