આંતરાષ્ટ્રીય સ્તર પર પહોંચ્યો રામ મંદિર વિવાદ, ઈરાકથી બહાર પાડવામાં આવ્યો ફતવો

News18 Gujarati
Updated: August 28, 2018, 9:23 PM IST
આંતરાષ્ટ્રીય સ્તર પર પહોંચ્યો રામ મંદિર વિવાદ, ઈરાકથી બહાર પાડવામાં આવ્યો ફતવો
બાબરી મસ્જિદ

  • Share this:
26 વર્ષ જુના અયોધ્યા મંદિર વિવાદ હવે દેશની સરહદો પાર કરીને વિશ્વ સ્તર પર પહોંચી ગયો છે. શિયા સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરૂ ઈરાકના અયાતુલ્લા અલી અલ-સિસ્તાનીએ ફતવો બબાર પાડીને કહ્યું છે કે, વક્ફની સંપત્તિ પર મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળનું નિર્માણની અનુમતિ આપવામાં આવી શકે નહી.

શું બોલ્ય શિયા સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરૂ
અસલમાં યૂપી શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ રામ મંદિર નિર્માણ માટે વક્ફ સંપત્તિને આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તાવ આપ્યો હતો. જે પછી યૂપીના કાનપુરમાં શિયા બુદ્ધિજીવી ડો. મઝહર અબ્બાસ નકવીએ ઈરાક સ્થિત સિસ્તાનીની ઓફિસમાં મેલ મોકલીને ફતવો બહાર પાડવાની માંગ કરી હતી. સિસ્તાનીનો આ નિવેદન યૂપી શિયા વક્ફ બોર્ડ ચેરમેન વસીમ રિઝ્વીના સતત મંદિર બનાવવાને લઈને આપવામાં આવી રહેલા નિવેદન વચ્ચે આવ્યો છે. સિસ્તાનીએ કહ્યું કે, મસ્જિદનું નિર્માણ શિયા શાસકે કર્યું હતું. તેથી પ્રોપર્ટી પર અધિકાર વક્ફનો છે.

આંતરાષ્ટ્રીય દબાણમાં વક્ફ બોર્ડ
સિસ્તાનીના ફતવાને લઈને રિઝવીએ કહ્યું છે કે,શિયા વક્ફ બોર્ડ આંતરાષ્ટીય દબાણમાં છે કે તેઓ બાબરી મસ્જિદને લઈને કેસ કરાવનારાઓનું સમર્થન કરે. તેમને કહ્યું કે, અયાતુલ્લા દ્વારા આપવામાં આવેલા ફતવો આ રણનીતિનો હિસ્સો છે, શિયા વક્ફ બોર્ડ ભારતના સંવિધાનમાં જે નિયમ છે, તેના હિસાબથી ચાલશે ના કે કોઈ આતંકી ફતવા અથવા દબાણમાં. અમે અયાતુલ્લાની સલાહનું પાલન કરવા માટે બાધ્ય નથી.

ફતવાના જવાબમાં શું બોલ્યા રિઝવીરિઝવીએ કહ્યું, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ છે, શિયા વક્ફ બોર્ડ દેશ અને સમાજના વિકાસને લઈને ચિંતિત છે. હિન્દુઓને તેમનો હક મળવો જોઈએ અને મુસ્લિમોના હકના પર કોઈ તરાપના મારે તે જોવું જોઈએ. ભલે આખી દુનિયાના બધા જ મુસ્લિમ અમારી વિરોધમાં ઉભા થઈ જાય, શિયા વક્ફ બોર્ડ પોતાના નિર્ણયથી પીછે હટ કરશે નહી.

 
First published: August 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading