Home /News /national-international /ઈરાની વિમાન ચીનના ગ્વાંગજાઉમાં લેન્ડ થયું, બોમ્બની ધમકી નીકળી ખોટી, કલાકો સુધી લોકોમાં ફફડાટ

ઈરાની વિમાન ચીનના ગ્વાંગજાઉમાં લેન્ડ થયું, બોમ્બની ધમકી નીકળી ખોટી, કલાકો સુધી લોકોમાં ફફડાટ

ઈરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની ખોટી ધમકી પછી ગ્વાંગજાઉમાં સફળ લેન્ડિંગ.

ભારત, ચીન અને ઈરાન માટે રાહતના સમાચાર છે. ત્રણે દેશોમાં ભય ફેલાયા પછી એવા સમાચાર આવ્યા છે કે મહાન એરની ફ્લાઈટ સંખ્યા ડબલ્યુ-581 કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ચીનના ગ્વાંગજાઉ પહોંચી ગઈ છે. આ ફ્લાઈટે ઈરાનની રાજધાની તેહરાનથી ચીનના ગ્વાંગજાઉ માટે ઉડાણ ભરી હતી. જોકે સોમવારે સવારે જ્યારે ભારતીય વાયુક્ષેત્રની ઉપર તેણે એન્ટ્રી કરી તો ક્યાંકથી બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી મળ્યા પછી ભારતીય વાયુસેનાએ આ ફ્લાઈટને રોકવા માટે માટે ફાઈટર વિમાન સુખોઈ સૂ-30MKI તેની પાછળ મોકલી દીધું.

વધુ જુઓ ...
    બીજિંગ: ભારત, ચીન અને ઈરાન માટે રાહતના સમાચાર છે. ત્રણે દેશોમાં ભય ફેલાયા પછી એવા સમાચાર આવ્યા છે કે મહાન એરની ફ્લાઈટ સંખ્યા ડબલ્યુ-581 કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ચીનના ગ્વાંગજાઉ પહોંચી ગઈ છે. આ ફ્લાઈટે ઈરાનની રાજધાની તેહરાનથી ચીનના ગ્વાંગજાઉ માટે ઉડાણ ભરી હતી. જોકે સોમવારે સવારે જ્યારે ભારતીય વાયુક્ષેત્રની ઉપર તેણે એન્ટ્રી કરી તો ક્યાંકથી બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી મળ્યા પછી ભારતીય વાયુસેનાએ આ ફ્લાઈટને રોકવા માટે માટે ફાઈટર વિમાન સુખોઈ સૂ-30MKI તેની પાછળ મોકલી દીધું.

    વાયુસેનાએ આપ્યું નિવેદન

    આ ઘટનાને લઈને વાયુસેનાએ નિવેદનમાં કહ્યું કે વિમાનને પહેલા જયપુર અને પછી ચંદીગઢમાં ઉતારવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે પાયલટે કહ્યું કે તે બંનેમાંથી કોઈ પણ એરપોર્ટ પર વિમાન ઉતારવા માંગતા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે થોડીવાર પછી તહેરાનથી બોમ્બની જે માહિતી મળી હતી તેને અવગણના કરવાનો સંદેશ મળ્યો, જે પછીથી વિમાને પોતાના અંતિમ ગતવ્ય સુધી યાત્રા ચાલુ રાખી હતી.

    આ પણ વાંચો: તમિલનાડુના RSS પદાધિકારીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો, પોલીસે હુમલાખોરની શોધ શરૂ કરી

    નક્કી કરેલી પ્રક્રિયા અંતર્ગત ઉઠાવવામાં આવ્યું પગલું- એરફોર્સ

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેના દ્વારા તમામ પગલા નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોની સાથે સંયુક્ત રીતે નક્કી કરેલી પ્રક્રિયા અંતર્ગત ઉઠાવવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુ ક્ષેત્રમાં ઉડાન દરમિયાન ઈરાની વિમાન વાયુસેનાના રડારની નજર હેઠળ હતું. એમ કહેવાઈ રહ્યું છે કે ઈરાની વિમાન જ્યારે ભારતીય વાયુ ક્ષેત્રમાં હતું, ત્યારે દિલ્હી હવાઈ એરપોર્ટનું એટીસી સતત વાયુસેનાના સંપર્કમાં હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Airplane, Isis terrorist, Terror threat

    विज्ञापन
    विज्ञापन