Home /News /national-international /ઈરાને પાકિસ્તાન પર કરી સર્જિકલ સ્ટ્રાઇક! છોડાવીને લઈ ગયા પોતાના બે સૈનિક

ઈરાને પાકિસ્તાન પર કરી સર્જિકલ સ્ટ્રાઇક! છોડાવીને લઈ ગયા પોતાના બે સૈનિક

ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી દીધા

ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી દીધા

તેહરાન. પાકિસ્તાન (Pakistan)માં ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇક (Surgical Strike)ના સમાચાર છે. આ વખતે પાકિસ્તાનમાં આ સર્જિકલ સ્ટ્રાઇક ઈરાન (Iran)એ કરી છે. અહેવાલ છે કે ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ (IRGC)એ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા. અનાદોલૂ એજન્સી મુજબ, પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું.

દક્ષિણ-પૂર્વ ઈરાનમાં IRGC ગ્રાઉન્ડ ફોર્સ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ તરફથી લગભગ અઢી વર્ષ પહેલા બંધક બનાવીને રાખવામાં આવેલા બોર્ડર ગાર્ડસના બે સૈનિકોને બચાવવા માટે મંગળવાર રાત્રે એક સફળ ઓપરેશનને અંજામ આપ્યું હતું. આ ઓપરેશનમાં બંને સૈનિકોને પાકિસ્તાનમાં ઘૂસીને સુરક્ષિત મુક્ત કરવામાં આવ્યા છે. ફોર્સ મુજબ બંને સૈનિકોને ઈરાન મોકલવામાં આવ્યા છે. ફોર્સ તરફથી જાણકારી આપવામાં આવી છે કે ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ સફળ ઓપરેશનને પાર પાડ્યું છે.

આ પણ વાંચો, J&K: પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં દેશનો વધુ એક સપૂત લક્ષ્મણ થયો શહીદ

મળતી જાણકારી મુજબ, પાકિસ્તાનના કટ્ટરપંથી વહાબી આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલે 16 ઓક્ટોબર, 2018ના રોજ બંને દેશોની સરહદ પર બલૂચિસ્તાન પ્રાંતના મર્કવા શહેરથી IRGCના 12 ગાર્સ્મનું અપહરણ કરી લીધું હતું. આ તમામ ગાર્ડ્સનું અપહરણ કરી તેમને બલૂચિસ્તાન પ્રાંતમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશોના સૈન્ય અધિકારીઓએ એક જોઇન્ટ કમિટી બનાવી અને 12 સૈનિકોમાંથી 5 સૈનિકોને મુક્ત કરાવી દીધા. નવેમ્બર 2018માં 5 સૈનિકોને મુક્ત કરાવ્યા બાદ 21 માર્ચ, 2019ના રોજ પાકિસ્તાની સેનાએ વધુ 4 સૈનિકોને મુક્ત કર્યા હતા.

આ પણ વાંચો, અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

નોંધનીય છે કે, જૈશ ઉલ-અદલ કે જૈશ-અલ-અદલ એક સલાહી જેહાદી આતંકી સંગઠન છે જે ખાસ કરીને દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સક્રિય છે. આ આતંકી સંગઠન ઈરાનમાં અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા પણ કરી ચૂક્યું છે.
First published:

Tags: Iran, Surgical strike, આર્મી, પાકિસ્તાન