નવી દિલ્હી: ઈસ્લામિક કંટ્રી ઈરાનમાં હિજાબ વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન હજૂ પણ ચાલી રહ્યા છે. સરકાર પ્રદર્શનકારીઓનો અવાજ દબાવવા માટે બળ પ્રયોગ કરવામાં લાગેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની પોલીસે મોટા પાયે પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને જેલમાં નાખી દીધા છે. જો કે, ત્યાર બાદ પણ લોકોનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લેતો. આખરે પ્રદર્શનકારીઓ સામે સરકાર ઝુકતી દેખાઈ રહી છે.
લગભગ બે મહિનાથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનની વચ્ચે ઈરાનની સરકારે હિજાબની અનિવાર્યતા સાથે જોડાયેલા સદીયો જૂના કાયદાની સમીક્ષા કરવાના સંકેત આપ્યા છે. આ કાયદા અંતર્ગત ઈરાનની મહિલાઓને પોતાના માથુ ઢાંકવાનું હોય છે. આ કાયદા અંતર્ગત 22 વર્ષિય મહસા અમીનીની ધરપકડ થઈ હતી. 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં તેનું મોત થઈ ગયું હતું. રિપોર્ટ્સ અનુસાર, પોલીસ કસ્ટડીમાં તેને ખૂબ જ ટોર્ચર કરવામાં આવી હતી.
હિજાબ કાયદામાં થશે ફેરફાર
સમાચાર એજન્સી એએફપીએ ઈરાનના અટોર્ની જનરલ મોહમ્મદ જફર મોંટાજેરીના હવાલેથી કહ્યું કે, ઈરાનની સરકારે હવે હિજાબની અનિવાર્યતા સાથે જોડાયેલા દાયકા જૂના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયપાલિકા બંને આવા મુદ્દા પર કામ કરી રહ્યા છે. બંને જોશે કે શું કાયદામાં કોઈ ફેરફારની જરુર છે ? તો વળી ISNA સમાચાર એજન્સીએ કહ્યું કે, તેમણે સ્પષ્ટ નથી કર્યું કે, બંને એકમ તરફથી કાયદામાં શું સંશોધન કરવામાં આવશે ?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર