ચીન સાથે ડીલ પછી ઇરાને ભારતને આપ્યો મોટો ઝટકો, ચાબહાર રેલ પ્રૉજેક્ટમાંથી હટાવ્યા

ચીન સાથે ડીલ પછી ઇરાને ભારતને આપ્યો મોટો ઝટકો, ચાબહાર રેલ પ્રૉજેક્ટમાંથી હટાવ્યા
ચીન અને ઇરાન

 • Share this:
  ઇરાન અને ચીન વચ્ચે 400 અરબ ડૉલરની ડીલ (Iran-China Deal)ની અસર હવે જોવા મળી રહી છે. ચીન સાથે હાથ મેળવતા જ ઇરાને ભારતને મોટો ઝટકો આપ્યો છે. ચાબહાર રેલ પરિયોજના (Chabahar Rail Project)થી બહાર કરી દીધો છે. ઇરાનનો આરોપ છે કે કરાર કર્યાના 4 વર્ષ વીત્યા છતા ભારતે આ પરિયોજના માટે ફંડ નથી આપ્યું. તેવામાં તે પોતે જ આ પરિયોજનાને પુરી કરશે. ચીનથી કરાર પછી ઇરાનના મૂળભૂત ઢાંચા સાથે જોડાયેલા પ્રોજેક્ટને બીજિંગ પૂરું કરશે.

  ઉલ્લેખનીય છે કે રેલ પરિયોજના ચાબહાર પોર્ટથી જહેદાનની વચ્ચે બનવાની હતી. અને ભારત આમાં ફંડ પ્રોવાઇડ કરવાનું હતું. ગત સપ્તાહે ઇરાનના ટ્રાંસપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઇસ્લામીને 628 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને બનાવાનું ઉદ્ધાટન કર્યું. આ રેલવે લાઇન અફધાનિસ્તાનના જરાંજ સીમા સુધી વધારવામાં આવશે અને પૂરી પરિયોજના માર્ચ 2022 સુધી પૂરી કરવામાં આવશે. ચીન સાથે સમજૂતી પછી આ વાતની સંભાવના છે કે સસ્તા તેલના બદલે આ અટકાયેલો પ્રોજેક્ટ ચીની કંપનીઓને આપી દેવામાં આવે.  ઇરાન રેલ વિભાગે કહ્યું કે હવે તે ભારતની મદદ વગર જ આ પરિયોજના પર આગળ વધશે. કારણ કે હવે આનાથી મોડું ન કરી શકાય. ઇરાને જાહેરાત આ પ્રોજેક્ટ માટે તે પોતાની નેશનલ ડેવલપમેન્ટ ફંડથી 40 કરોડની ધનરાશિનો ઉપયોગ કરશે. આ પહેલા ભારતની સરકારી રેલવે કંપની ઇરાનની આ પરિયોજનાને પૂરી કરવાની હતી. આ પરિયોજનાથી ભારતે અફધાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયાઇ દેશો સુધી વૈક્લિપક માર્ગ આપવા પ્રતિબદ્ઘતા બતાવી હતી. ઇરાન, ભારત અને અફધાનિસ્તાન વચ્ચે આ મામલે ત્રીપક્ષીય સમજૂતી થઇ હતી.

  વધુ વાંચો : અમદાવાદ : તું મમ્મીના ઘરે જઈશ તો હું મરી જઈશ નહિ તો તને મારી નાખીશ, પતિએ આપી ધમકી

  ઉલ્લેખનીય છે કે ભારત પહેલાથી જ ઇરાનથી જ સૌથી વધુ કાચા તેલની આયાત કરતું હતું. પણ અમેરિકાના પ્રતિબંધો પછી તેણે આ ઓછું કરી દીધું. વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇરાન યાત્રા પર ગયા હતા ત્યારે તેમણે ચાબહાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને આ પૂરી યોજનામાં 1.6 અરબ ડોલર જેવી સરેરાશ રાશિનું રોકાણ કરવાની વાત હતી. આ પરિયોજનાને પૂરી કરવા માટે ઇરકાનના એન્જિનિયર ઇરાન પણ ગયા હતા પણ અમેરિકી પ્રતિબંધોના ડરથી ભારતે આ રેલ યોજના પર કામ કરવાનું શરૂ નથી કર્યું.

  વધુ વાંચો : આજથી રોજ 20 દિવસ સુધી ભારતના આકાશમાં દેખાશે આ અનોખો ધૂમકેતૂ

  ઇરાન અને ચીન જલ્દી જ એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરશે. જે હેઠળ ચીન ઇરાનથી ખૂબ જ સસ્તા દરે તેલ ખરીદશે. અને તેના બદલે પેઇચિંગ ઇરાનમાં 400 અરબ ડોલરનું રોકાણ કરશે. સાથે જ ઇરાનને ચીન સુરક્ષા માટે ધાતક આધુનિક હથિયારો પણ આપશે. ન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ ઇરાન અને ચીન વચ્ચે 25 વર્ષની રણનીતિક સમજૂતી પૂરી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ભારત માટે ઇરાનનું આ હાર્બર ખૂબ જ મહત્વનું હતું.

  પણ હવે તેના પર ઇરાન પોતે જ કામ કરશે.
  Published by:Chaitali Shukla
  First published:July 14, 2020, 11:36 am