ઈરાને અમેરિકા પર લગાવ્યો તેલ ચોરીનો આરોપ, VIDEO શેર કર્યો

ઈરાનનું કહેવું છે કે ઓમાન સાગરમાં યુએસના જહાજોએ ઈરાનના તેલ ટેન્કર ચોરવાનો પ્રયત્ન કર્યો છે. (AP)

ઈરાનનું કહેવું છે કે ઓમાન સાગરમાં યુએસના જહાજો (US Vessel)એ ઈરાનના તેલ ટેન્કર (Oil Tanker) ચોરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી તરફ અમેરિકન અધિકારીઓએ નિવેદન આપ્યું છે કે ઈરાને ગયા મહિને ઓમાનની ખાડીમાં વિયેતનામી ઝંડાવાળા એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે.

 • Share this:
  તેહરાન. ઈરાને અમેરિકા પર મોટી ચોરીનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે, ઓમાન સાગરમાં યુએસના જહાજો (US Vessel)એ ઈરાનના તેલ ટેન્કર (Oil Tanker) ચોરવાનો પ્રયત્ન કર્યો છે.ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ અમેરિકી સેનાના આ પ્રયાસને નિષ્ફળ બનાવી નાખ્યો છે. આ ટેન્કર પર હજારો લીટર કાચું તેલ લાદવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈરાની સેના આ જહાજને પોતાના દેશની પ્રાદેશિક સરહદ પર લઈને પહોંચી. ઈરાને એ નથી જણાવ્યું કે આ ઘટના ક્યારે બની હતી. અમેરિકાએ આ આરોપોને ફગાવી નાખ્યા છે.

  ઈરાનની ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB)એ આ ઘટનાનો કથિત વિડીયો પણ જરી કર્યો છે. વિડીયોમાં ઈરાનના ઝંડા લાગેલા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની સ્પીડ બોટ દેખાય છે. આ ઈરાની તેલ ટેન્કરની સહાયતા માટે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. વિડીયોમાં કેટલાય હથિયારબંધ સ્પીડબોટ બે જહાજો તરફ આગળ વધતા દેખાય છે. તેમાંથી એક જહાજ અમેરિકી નૌસેનાનો ડીસ્ટ્રોયર કે મિસાઈલ ક્રૂઝર જેવો છે.

  વિડીયોમાં ઘણી ડિટેલ નથી જોવા મળી

  વિડીયોમાં કથિતરૂપે જપ્ત કરવામાં આવેલા ઈરાની ટેન્કરને બચાવવા માટે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ઓપરેશનથી જોડાયેલી અન્ય કોઈ માહિતી નથી આપવામાં આવી. ઈરાની મીડિયાએ પહેલા જણાવ્યું હતું કે આઈઆરજીસીની નૌસેનાએ ઓમાન સાગરમાં એક ટેન્કરથી પોતાના દેશનું તેલ ચોરવાના અમેરિકી પ્રયાસને સફળતાપૂર્વક અટકાવી નાખી હતી.  તો બીજી તરફ બે અમેરિકી અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે ઈરાને ગયા મહિને ઓમાનની ખાડીમાં વિયેતનામી ઝંડાવાળા એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે અને તેને હજુ પણ બંદર અબ્બાસમાં રોકી રાખ્યું છે.

  આ પણ વાંચો: PM મોદીએ દિવાળી પર દેશવાસીઓને આપી શુભકામનાઓ, આજે નૌશેરામાં જવાનો સાથે ઉજવશે તહેવાર

  અધિકારીઓએ જણાવ્યું કે અર્ધસૈનિક દળ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના જવાનોએ 24 ઓક્ટોબરે હથિયારોના દમ પર એમવી સાઉથીસ ટેન્કર પર નિયંત્રણ કરી લીધું છે. અમેરિકી દળોએ આ ઘટનાની દેખરેખ કરી પણ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી કેમકે ટેન્કર ઈરાની જળક્ષેત્રમાં ચાલ્યું ગયું હતું. જોકે, ટેન્કર જપ્ત કરવાનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

  બે અમેરિકી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જાણકારી આપી કે આ સૂચનાને હજુ સાર્વજનિક કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી અધિકારીઓએ આ જાણકારી ત્યારે આપી જ્યારે ઈરાનના સરકારી ટેલિવિઝને રિવોલ્યુશનરી ગાર્ડ અને અમેરિકી નૌસેના વચ્ચેની અથડામણના વિરોધાભાસી સમાચાર આપ્યા હતા.
  Published by:Nirali Dave
  First published: