કોરોનાઃ અફવા બાદ ઈરાનમાં 5000 લોકોએ પીધો ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ, 728નાં મોત

કોરોનાઃ અફવા બાદ ઈરાનમાં 5000 લોકોએ પીધો ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ, 728નાં મોત
ઈરાનમાં અફવાને સાચી માની 5000 લોકોએ પી લીધું મેથેલૉન

મેથેલૉન પીવાથી 728 લોકોનાં મોત થયા જ્યારે બાળકો સહિત હજારો લોકોએ આંખો ગુમાવી

  • Share this:
    તેહરાનઃ ઈરાન (Iran)ની સરકારે હવે જઈને કબૂલ્યું છે કે એક અફવાને કારણે હજારો લોકોએ ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો અને તેમના મોત થઈ ગયા. સોશિયલ મીડિયા (Social Media)માં થોડા દિવસો પહેલા ઈરાનમાં અફવા ફેલાઈ ગઈ હતી કે આલ્કોહોલ પીવાથી કોરોના સંક્રમણ (Coronavirus)ની સારવાર થાય છે. ત્યારબાદ બાળકો સહિત હજારો લોકોએ ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો હતો. ઈરાનની સરકારે સોમવારે જણાવ્યું કે આ ઘટનામાં 728 લોકોનાં મોત થઈ ગયા છે.

    ઈરાનના મોતના આંકડાઓનો હિસાબ રાખનારી ઓફિસે સોમવારે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીવાની ઘટનામાં માત્ર 728 લોકોનાં મોત થયા છે જ્યારે હજારો લોકોની આંખોની રોશની પણ છીનવાઈ ગઈ છે જેમાં અનેક બાળકો પણ સામેલ છે. અલ ઝઝીરામાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઈરાન સરકારે જાણકારી આપી છે કે ઝેર પીવાથી મરનારા લોકોને જ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો કોરોના સંક્રમણના સારવારનો દાવો કરનારી અફવાનો શિકાર થઈ ગયા છે.



    5000 લોકોએ મેથેલૉન પીધો હતો

    ઈરાન સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા કિયાનૌશ જહાંપોરે જણાવ્યું કે લગભગ 5011 લોકોએ આ અફવાનું માનીને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો હતો. ત્યાં સુધી કે અનેક માતા-પિતાએ પોતાના બાળકોને પણ પીવડાવી દીધું હતું. તેમાંથી 90 લોકોની આંખોની રોશની પણ ચાલી ગઈ છે. આ તમામ લોકોએ અફવા બાદ આલ્કોહોલ શોધવાનું શરૂ કર્યું અને ન મળતાં મેથેલૉન જ પી લીધો. પ્રવક્તાના જણાવ્યા મુજબ, ડરનું કારણ હોઈ શકે છે જેના કારણે અનેક લોકો સામે ન આવ્યા હોય. તેને પીને અંધ થનારા લોકોની સંખ્યા વધુ હોઈ શકે છે.

    આ પણ વાંચો, ભારતમાં હજુ એક્ટિવ ફૅઝમાં કોરોના, મે સુધીમાં 1.12 લાખે પહોંચી શકે છે દર્દીઓનો આંકડો

    મેથેલૉનમાં દારૂ જેવી ગંધ આવતી હોય છે

    નોંધનીય છે કે, મેથેલૉનની ગંધ અને સ્વાદ દારૂ જેવો જ હોય છે. જોકે તે સીધું મનુષ્યના મગજને નુકસાન પહોંચાડે છે. ઈરાનમાં પણ કોરોના સંક્રમણે ઘણો કહેર વરસાવ્યો હતો. જોકે હવે અહીં ઘણે અંશે કેન્ટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે. ઈરાનમાં સંક્રમણના 91,000થી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે 5,806 લોકોનાં તેના કારણે મોત થયા છે.

    આ પણ વાંચો, ગુજરાત-મહારાષ્ટ્રમાં દેશના 41% કોરોનાના દર્દી, જાણો કેમ વધી રહ્યા છે કેસ
    Published by:News18 Gujarati
    First published:April 28, 2020, 14:33 pm

    ટૉપ ન્યૂઝ