NIAને મોટી સફળતા, પુલવામાં હુમલાના વધુ એક આરોપીની ધરપકડ

News18 Gujarati
Updated: July 2, 2020, 11:20 PM IST
NIAને મોટી સફળતા, પુલવામાં હુમલાના વધુ એક આરોપીની ધરપકડ
NIAને મોટી સફળતા, પુલવામાં હુમલાના વધુ એક આરોપીની ધરપકડ

મોહમ્મદ ઇકબાલ પર પુલવામાં હુમલાના મુખ્ય ષડયંત્રકારી જૈશ એ મોહમ્મદના આતંકી ફારુક ઉમરને મદદ પહોંચાડવાનો આરોપ છે

  • Share this:
નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પુલવામાં હુમલા (Pulwama Attack)ના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એનઆઈએએ મોહમ્મદ ઇકબાલ રાઠર (Iqbal Rather)નામના આરોપીને પકડ્યો છે. મોહમ્મદ ઇકબાલ પર પુલવામાં હુમલાના મુખ્ય ષડયંત્રકારી જૈશ એ મોહમ્મદના આતંકી ફારુક ઉમરને મદદ પહોંચાડવાનો આરોપ છે. ફારુકે જ પુલવામાં હુમલામાં ઉપયોગ કરેલ આઈઈડીની વ્યવસ્થા કરી હતી. અત્યાર સુધી આ મામલામાં NIAએ 6 લોકોની ધરપકડ કરી છે.

NIAના મતે મોહમ્મદ ઇકબાલની પૂછપરછમાં જાણ થઈ છે કે તે પાકિસ્તાનમાં બેઠેલા જૈશ એ મોહમ્મદના ટોપ કમાન્ડરોના સંપર્કમાં હતો. તેમના ઇશારે તેણે ફારુકને દક્ષિણ કાશ્મીર પહોંચાડ્યો હતો. આ પછી આગળ પણ તે ફારુકની મદદ કરતો રહ્યો હતો. ઇકબાલને સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. NIA હવે આ મામલામાં વધારે પૂછપરછ કરીને વધું જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો - ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત મક્કમ, રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદશે



ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો અને સ્થાનિક પોલીસે આતંકીઓ સામે સખત અભિયાન ચલાવી રાખ્યું છે. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે આ વિશે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે આતંકી ગ્રૂપ જોઈન કરનાર કરતા વધારે સંખ્યામાં આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે એક વર્ષની અંદર 119 આતંકી માર્યા ગયા છે. જેમાં ટોપ કમાન્ડર રિયાઝ નાયકુ, અબ્દુલ રહમાન ઉર્ફે ફૌજી ભાઈ, જુબૈર, જુનૈદ સહરી સામેલ છે. ટોપ કમાન્ડરના સફાયાથી ઘાટીમાં આતંકની કમર તોડી નાખી છે.
First published: July 2, 2020, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading