Home /News /national-international /IPS અધિકારીનું છલકાયું દર્દ, 'પત્ની જલેબી ખાવા દેતી નથી', પત્નીએ આપ્યો જોરદાર જવાબ

IPS અધિકારીનું છલકાયું દર્દ, 'પત્ની જલેબી ખાવા દેતી નથી', પત્નીએ આપ્યો જોરદાર જવાબ

જલેબીની ફાઈલ તસવીરઃ shutterstock

IPS officer tweet: આઈપીએસ અધિકારીએ 17 જુલાઈએ સાંજે એક ટ્વીટ કર્યું હતું. અને લખ્યું હતું કે બાળપણમાં 25 પૈસાની મોટી જલેબી આવતી હતી. વિચારતા હતા કે મોટા થઈને પૈસા કમાઈને રોજ ત્રણ ચાર જલેબી ખાઈશું. પરંતુ હવે કમાવવા લાગ્યા તો પત્ની જલેબી ખાવા દેતી નથી.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ચાસણીમાં ડૂબાડીને કાઢેલી જલેબીઓને (Jalebi) જોઈને મોંઢામાં પાણી આવી જાય છે. માત્ર અમારું જ નહી તમારું નહીં મોટા મોટા અધિકારીઓનો  (officers) પણ જીવ લલચાય છે. પરંતુ જલેબીનો ચસ્કો તમને ભારે પડી શકે છે. જો વિશ્વાસ ન હોય તો આઈપીએસ અધિકારી ડો. સંદીપ મિત્તલને (IPS Dr. sandip mittal) પૂછો. તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની પત્ની તેમને જલેબી ખાવા દેતી નથી. આ પોસ્ટ ઉપર તેમની પત્ની ડો. રિચા શર્માએ પણ ધમકાવતા કહ્યું કે આજે તમે ઘરે આવો..!

બાળપણમાં વિચારતા હતા કે મોટા થઈને...
આઈપીએસ અધિકારીએ 17 જુલાઈએ સાંજે એક ટ્વીટ કર્યું હતું. અને લખ્યું હતું કે બાળપણમાં 25 પૈસાની મોટી જલેબી આવતી હતી. વિચારતા હતા કે મોટા થઈને પૈસા કમાઈને રોજ ત્રણ ચાર જલેબી ખાઈશું. પરંતુ હવે કમાવવા લાગ્યા તો પત્ની જલેબી ખાવા દેતી નથી.

લોકોએ પણ જલેબીની તસવીરો મૂકીને મિસ્ટર મિત્તલને લલચાવ્યા
આ ટ્વીટ ઉપર લોકોએ પણ પોતાના ત્યાં બનેલી જલેબીઓની તસવીરો પોસ્ટ કરતા તેમને લલચાવ્યા હતા. કેટલાક યુઝર્સે કહ્યું કે ભાભીજી પરિવારનું ભલું વિચારીને ના પાડતા હશે.મજા તો ત્યારે આવી જ્યારે અધિકારીની પત્નીએ આ ટ્વીટને કોટ કર્યું હતું.



આઈપીએસ અધિકારીને ઘરે જલેબ મળી કે વઢ?
ડો. રિચા મિત્તલે ધમકાવવાના અંદાજમાં લખ્યું કે આજે તમે ઘરે આવો.. હવે ડો. સંદીપ મિત્તલને ઘરે જઈને જલેબી ખાવા મળી હશે કે વઢ ખાવી પડી હશે એ તો એ જાણે. જો કે, તેમણે પોતાની પત્નીના ટ્વીટ ઉપર રીટ્વીટ કર્યું છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

પતિ પત્નીના ટ્વીટની લોકો લઈ રહ્યા છે મજા
પતિ-પત્ની વચ્ચે આવા ટ્વીટ્સની (tweet)  લોકો મજા લઈ રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે આ બધું જોઈને ડર લાગે છે કે લગ્ન કરાય કે નહીં. એક અન્ય આઈપીએસ અધિકારી આરકે વિજે રિચાના ટ્વીટ ઉપર જવાબ આપતા લખ્યું હતુ કે આજે ખૈર નથી મિસ્ટર મિત્તલ, અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે ભારતીય પુલીસ સેવાના વીર કોઈપણ પરિસ્થિતિ સામે લડવા માટે સંપૂર્ણ પણે સક્ષમ હોય છે, ટ્રેનિંગ જ એવી રીતે થાય છે. આજે એજ ટ્રેનિંગની પરીક્ષા છે.
First published:

Tags: JALEBI, Tweet, આઇપીએસ ઓફિસર