શિયાળાની દેશભરમાં શરૂઆત થઇ ગઇ છે. ભારતના અનેક શહેરોમાં પારો ઝડપથી નીચે પડવા લાગ્યો છે. તેવામાં લોકોને આવનારી કાતિક ઠંડકનો સામાનો કરવાનો છે. અને આ માટે અત્યારથી જ લોકો ગરમ કપડા સાથે તૈયારી કરી રાખી છે. પણ આ વાત થઇ માણસોની, તે પ્રાણીઓનું શું જેમને પણ ઠંડી લાગે છે પણ તે આ ઠંડીમાં પોતાની વ્યથા બોલીને કોઇને કહી નથી શકતા. આવા જ કેટલાક મૂંગા પ્રાણી માટે આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ એક મોટું પગલું ઉઠાવ્યું છે. તેમણે એક અનોખા ટ્વિટ સાથે સોશિયલ મીડિયામાં આ મામલે જાગૃતતા ફેલાવી છે. અને લોકો પણ હવે આ વાતની વાહવાઇ કરી રહ્યા છે.
કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક સ્વેટર પહેરેલા બકરાની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે ઠંડી તેમને પણ લાગે છે જે કહી નથી શકતા...પોતાની આસપાસના મૂંગા પ્રાણીઓની સમસ્યા સમજો અને તેમને ઠંડથી તેમને બચાવોના પ્રયાસ કરો, દર વર્ષે ઠંડીના કારણે મોટી સંખ્યામાં પશુ, પક્ષીઓની મોત થાય છે. તમારા નાનકડા પ્રયાસથી તેમને ઠંડીથી બચાવી શકાય છે." કાબરાની આ પોસ્ટની અસર સોશિયલ મીડિયામાં પણ થઇ લોકો ટ્વિટ કરીને આ પોસ્ટને શેર પણ કરી. અને સાથે જ આવનારા સમયમાં આ મામલે જાગૃતતા દેખાડીને મૂંગા પશુ પક્ષીઓની સહાય કરવાનું પણ બીડું ઉપાડ્યું હતું.
ठंड उन्हें भी लगती है जो कह नहीं सकते...
अपने आसपास रहने वाले मूक प्राणियों की खामोशी को समझें और उन्हें ठंड से बचाने का प्रयास करें, हर साल शीतलहर के कारण बड़ी संख्या में पशु,पक्षियों की जान चली जाती है, आपके छोटे से प्रयास से उन्हें ठंड से बचाया जा सकता है..। pic.twitter.com/D14Bfx2vaJ
થોડા દિવસો પહેલા આઇએફએસ અધિકારી શ્વેતા બોદ્ધૂએ પણ નદી સાફ રાખવાનો પ્રયાસ કરતા નાસિકના રહેવાસી ચંદ્ર કિશોર પાટિલની એક તસવીર શેર કરી હતી. આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે આ યુવક હાથમાં સીટી લઇને રોડના કિનારે આખો દિવસ ઊભો રહે છે. અને તે લોકોને ગોદાવરી નદીમાં દશેરાનો કચરો ફેંકતા રોકે છે.
મિસ્ટર પાટિસ, સન્માન. ખાસ વાત તો એ છે કે આવું કરતા રોકવા જતા જ્યારે લોકો તેનાથી ચીડાતા તો તે લોકોને નદીનું ગંદી પાણી પીવાનો કહેતો. વળી આ યુવક છેલ્લા 5 વર્ષથી આ કામ કરી રહ્યો છે. ત્યારે અનેક લોકોએ આ યુવકની કામગીરીને વખાણી હતી. ત્યારે આ શિયાળે તમે પણ કોઇ મૂંગા પશુ પક્ષી કે જરૂરિયાત મંદ વ્યક્તિને પોતાના જૂના સ્વેટરથી બચાવી શકો છો.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર