Haryana IPS officer Bharti Arora Retirement latter: ભારતી અરોડા ઉપર જવાબદારી સોંપી તેમને પુરી ઈમાનદારી અને ખંતથી નિભાવી હતી. હવે ભારતી અરોડાએ રિટાયરમેન્ટ લેવા માટે સરકારને પત્ર લખ્યો છે.
અંબાલાઃહરિયાણાની (Haryana) ચર્ચિત મહિલા આઈપીએસ અધિકારી ભારતી અરોડાએ (IPS officer Bharti Arora) સરકારને પત્ર લખીને રિટાયરમેન્ટ (Retirement) માંગ્યું હતું. તેમણે તર્ક આપ્યું હતું કે તે કૃષ્ણની ભક્તીમાં (krishna bhakti) લીન થવા માંગે છે. ભારતી અરોડાના પત્ર (IPS officer Bharti Arora Retirement latter) બાદ હરિયાણામાં તેમનો આ પત્ર ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેમના પત્ર ઉપર હરિયાણાના ગૃહમંત્રી (Home Minister of Haryana) અનિલ વિજે પ્રતિક્રિયા આપી છે. અને નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની સલાહ આપી છે.
ભારતી અરોડા ઈમાનદાર અને દબંગ છબી ધરાવતી મહિલા આઈપીએસ અધિકારી છે. હરિયાણામાં કબૂતરબાજો ઉપર શકંજો કશવાનો કેસ હોય કે પછી ગુનાખોરીના મામલાઓ હોય. સરકારે જ્યારે જ્યારે ભારતી અરોડા ઉપર જવાબદારી સોંપી તેમને પુરી ઈમાનદારી અને ખંતથી નિભાવી હતી. હવે ભારતી અરોડાએ રિટાયરમેન્ટ લેવા માટે સરકારને પત્ર લખ્યો છે. પરંતુ હરિયાણાના ગૃહમંત્રી પોતાની પોલીસની દબંગ અને ઈમાનદાર પોલીસ અધિકારીને સેવાનિવૃત્ત નહીં કરવા માંગતા
ગૃહમંત્રી વિજ પાસે પહોંચી ફાઈલ
ગૃહમંત્રી અનિલ વિજને જેવી જ ભારતી અરોડાની રિટાયરમેન્ટ સંબંધિત ફાઈલ મળી તો વિજે તેની ફાઈલ ઉપર ભારતી અરોડને પોતાના નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવા માટે સલાહ આપી હતી. મીડિયા સાથે વાત કરતા અનિલ વિજે ભારતી અરોડાના પેટ ભરીને વખાણ કર્યા હતા.
વિજે જણાવ્યું હતું કે ભારતી અરોડા હરિયાણા પોલીસનું માન અને ગર્વ છે. તેમણે પોતાના નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવો જોઈએ. અત્યારના સમયે ભારતી અરોડા આઈજી અંબાલા રેન્જ છે. તેો 1998 બેચની હરિયાણા કેડરની અધિકારી છે. તે પોતાની કાર્યશૈલી માટે ખુબ જ ચર્ચામાં રહી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણાના પાનીપતમાં એક દંબગ મહિલાએ કાર ચાલકને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયમાં મહિલા કાર ચાલકને જોરદાર માર મારે છે. વીડિયો સ્કૂટી ચાલક મહિલા કાર ચાલક ઉપર થપ્પડોનો વરસાદ વરસાવતી દેખાય છે. જ્યારે મહિલાનું થપ્પડ મારવાથી મન ન ભરાયં તો મહિલાએ કાર સવાર યુવકને ક્રિકેટ રમવાના બેટથી મારવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ મહિલા શાંત થઈ નહીં. ત્યારબાદ પોતાના પરિવારજનોને બોલાવીને મહિલાએ કાર ચાલકને માર ખવડાવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર