RAW, આઈબી, NSGની સહિતની 8 એજન્સીઓ પર '1984 બેચ'નું રાજ

1984ની આઈપીએસ બેચના અધિકારીઓને 'લકી ક્લાસ ઓફ 84' કહેવામાં આવી રહ્યા છે

News18 Gujarati
Updated: June 28, 2019, 2:36 PM IST
RAW, આઈબી, NSGની સહિતની 8 એજન્સીઓ પર '1984 બેચ'નું રાજ
રૉ ચીફ સામંત ગોયલ, આઈબી પ્રમુખ અરવિંદ કુમાર અને એનઆઈએ ચીફ વાઈસી મોદી (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 28, 2019, 2:36 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) અને રિસર્ચ એનાલિસિસ વિંગ એટલે કે RAW સહિત તમામ સુરક્ષા એજન્સીઓમાં નવા પ્રમુખોની નિયુક્તને લઈને ગજબ સંજોગ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વખતે 1984 બેચના આઈપીએસ અધિકારીઓ પર ભરોસો મૂક્યો છે. સંજોગની વાત એ છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, ભારત-તિબેટ સીમા પોલીસ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને બ્યૂરો ઓફ સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રમુખ 1984ની બેચના જ છે.

નોંધનીય છે કે, મોદી સરકારે હાલમાં જ આઈબી અને રૉમાં નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે, અરવિંદ કુમારને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચોફ નિમવામાં આવ્યા છે. બીજી તરફ, સામંત ગોયલને રિસર્ચ એન્‍ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પ્રમુખ હશે. બંને 1984 બેચના આઈપીએસ અધિકારી છે. આ બેચના મોટાભાગના અધિકારીઓને સંબંધિત દળો અને એજન્સીઓમાં ડીજીપી તરીકે તહેનાત કરવામાં આવ્યા છે.

2017માં શરૂ થયો સિલસિલો

આ સિલસિલો સપ્ટેમ્બર 2017માં શરૂ થયો, જ્યારે 1984 બેચના આસામ-મેઘાલય કેડરના અધિકારી વાઈસી મોદીને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ જાન્યુઆરી 2018માં તેલંગાના કેડરના સુદીપ લખટકિયાને નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિદેશક બનાવવામાં આવ્યા.

સપ્ટેમ્બર 2017માં વાઈસી મોદીને એનઆઈએના ચીફ નિમવામાં આવ્યા. (ફાઇલ ફોટો)


વાઈસી મોદી બાદ જાન્યુઆરી 2018માં તેલંગાના કેડરના સુદીપ લખટકિયાને નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિદેશક બનાવવામાં આવ્યા. તેના ત્રણ મહિના બાદ બિહાર કેડરના અધિકારી રાજેશ રંજનને સીઆઈએસએફના મહાનિદેશક બનાવવામાં આવ્યા. રાજેશ રંજન આ પહેલા બીએસએફમાં વિશેષ મહાનિદેશક હતા. તેઓ પણ 1984ના બેચના આઈપીએસ છે. આ બેચના અધિકારીઓને 'લકી ક્લાસ ઓફ 84' કહેવામાં આવી રહ્યા છે.
એક જ બેચના અધિકારી

NIA- વાઇ સી મોદી
CISF- રાજેશ રંજન
NSG- સુદીપ લખટકિયા
BSF- રજનીકાંત મિશ્રા
ITBP- એસએસ દેસવાલ
બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી - રાકેશ અસ્થાના
RAW- સામંત ગોયલ
IB- અરવિંદ કુમાર

1984 બેચ પર મોદી સરકારે ફરી મૂક્યો ભરોસો

હવે ફરી એકવાર આ બેચ પર મોદી સરકારનો ભરોસો જોવા મળ્યો છે. ગત બુધવારે સરકારે 1984 બેચના આઈપીએસ સામંત ગોયલને રૉના ચીફ અને તેમના જ બેચમેટ અરવિંદ કુમારને આઈબીનો નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે.
First published: June 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...