Home /News /national-international /આઇફોન નિર્માતા એપલ કંપની ચીનથી બોરિયાં-બિસ્તરાં પેક કરવાની તૈયારી, જાણો કેમ ઉત્પાદન બંધ કર્યુ

આઇફોન નિર્માતા એપલ કંપની ચીનથી બોરિયાં-બિસ્તરાં પેક કરવાની તૈયારી, જાણો કેમ ઉત્પાદન બંધ કર્યુ

એપલે ચીનમાંથી નીકળવાની તૈયારી કરી લીધી.

આઇફોન નિર્માતા કંપની એપલ તેના ઉત્પાદનને ચીનમાંથી અન્ય દેશમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને લોકડાઉન વચ્ચે વિશાળ ટેક કંપની ચીનમાં તેનું ઉત્પાદન બંધ કરવા માંગે છે.

    નવી દિલ્હીઃ આઇફોન નિર્માતા કંપની એપલ તેના ઉત્પાદનને ચીનથી બીજા દેશમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને લોકડાઉન વચ્ચે વિશાળ ટેક કંપની ચીનમાં તેનું ઉત્પાદન બંધ કરવા માંગે છે. 2025 સુધીમાં તે મેક, આઈપેડ, એપલ વોચ અને એરપોડ્સ સહિત એપલના કુલ ઉત્પાદનોના 25 ટકા ઉત્પાદન ચીનની બહાર કરી શકે છે. હાલમાં કંપની તેની 5 ટકા પ્રોડક્ટ્સ ચીનની બહાર બનાવે છે.

    એપલે તેના ઘણા કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને ઉત્પાદન ચીનની બહાર ખસેડવાની સૂચના આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર, એપલ ભારત અને વિયેતનામમાં પોતાનો બિઝનેસ સ્થાપવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે અને તેનો અભ્યાસ કરી રહી છે.

    આ પણ વાંચોઃ એપલના સૌથી મોટા પ્લાન્ટમાં 20000 નવા કામદારોએ કામ બંધ કર્યું

    ચીનમાં એપલની ઘણી પ્રોડક્ટ્સનું ઉત્પાદન


    ભારત અને વિયેતનામમાં હાલમાં એપલના વૈશ્વિક ઉત્પાદનમાં ખૂબ જ નાનો હિસ્સો છે. એક અંદાજા પ્રમાણે, સ્વતંત્ર ઉત્પાદકો ચીનમાં iPhones, iPads અને MacBook કોમ્પ્યુટર જેવા 90 ટકાથી વધુ Apple ઉત્પાદનો બનાવે છે.

    આ શહેરમાં આઇફોનનું ઉત્પાદન સંપૂર્ણપણે અટક્યું


    ચીનના શહેર ઝેંગઝોઉમાં થયેલી ઉથલપાથલથી એપલને આગળ વધારવામાં મદદ મળી હતી. ઝેંગઝોઉ એ જગ્યા છે જ્યાં વિશ્વના 70 ટકાથી વધુ iPhonesનું ઉત્પાદન થાય છે. અહીં ફોક્સકોનની ફેક્ટરી બંધ છે અને આઇફોનનું ઉત્પાદન સંપૂર્ણપણે અટકી ગયું છે.

    આ પણ વાંચોઃ ટાટા ગ્રુપ iPhone એસેમ્બલિંગ માટે એપલના તાઇવાનના સપ્લાયર સાથે કરી રહ્યું છે વાટાઘાટ

    માર્કેટ-રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ અનુસાર, એક સમયે તે માત્ર આઇફોનના પ્રો-લાઇનઅપના લગભગ 85% જેટલું બનાવે છે. તાજેતરમાં ફોક્સકોનની માલિકીની ફેક્ટરીમાં કામદારોના ભારે વિરોધના અહેવાલો હતા. મહત્ત્વનું છે કે, એપલ આઈફોનના ઉત્પાદન માટે ફોક્સકોનની ઝેંગઝોઉ ફેક્ટરી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    એપલ ભારતને આગામી ચાઇના તરીકે જુએ છે


    વિશ્લેષકોના મતે, બેઇજિંગના દમનકારી સામ્યવાદી શાસન અને યુએસ સાથેના તેના સંઘર્ષને કારણે એપલની ચીન પર નિર્ભરતા સંભવિત ખતરો છે. જો કે, જ્યારે ધ વોલ સ્ટ્રીટ જર્નલે એપલના પ્રવક્તાને આ મામલે પૂછ્યું હતું, ત્યારે તેણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એપલની મેન્યુફેક્ચરિંગ યોજના સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, વધુ વસ્તી અને ઓછી કિંમતના કારણે કંપની ભારતને આગામી ચીન તરીકે જુએ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Apple, Apple iPhone, Apple Updates

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन