ધોરણ-12 પાસ ઉમેદવારો માટે ઈન્ડિયન ઓઇલમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી

News18 Gujarati
Updated: May 25, 2020, 3:21 PM IST
ધોરણ-12 પાસ ઉમેદવારો માટે ઈન્ડિયન ઓઇલમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી
IOCL Recruitment 2020: અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન, કઈ ઉંમર સુધીના ઉમેદવાર અરજી કરી શકશે?

IOCL Recruitment 2020: અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન, કઈ ઉંમર સુધીના ઉમેદવાર અરજી કરી શકશે?

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation Limited-IOCL) પશ્ચિમ ક્ષેત્રએ વિભિન્ન 600 ખાલી પદો ભરવા મોટ દેશભરના યુવાઓ અને યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે. આ ભરતી એકાઉન્ટન્ટ, ટેક્નીશિયન, ટ્રેડ એપરેન્ટિસ પદો માટે છે. ધોરણ-12 પાસ હોવાની સાથે આઈટીઆઈ ડિપ્લોમા ધારક ઉમેદાવર આ પદો માટે અરજી કરી શકે છે. ધ્યાન રહે કે ઈચ્છુક ઉમેદવારને 21 જૂન પહેલા અરજી કરવી પડશે. IOCL ભરતી 2020 માટે અરજી કરનારા ઉમેદવારોને સલાહ છે કે અરજી કરતાં પહેલા ભરતી પ્રક્રિયાને જાણવા માટે કંપનીની ભરતી જાહેરાત/નોટિફિકેશન ચોક્કસ વાંચી લે.

મૂળે, આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22-05-2020 હતી જેને વધારીને હવે 21-06-2020 કરી દેવામાં આવી છે. ઉમેદવારોને જણાવી દઈએ કે આઈટીઆઈના વિભિન્ન ટ્રેડના ખાલી પદોને રાજ્ય મુજબ નિયુક્તિ કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા અગત્યની વિગતો

- નોટિફિકેશન જાહેર થવાની તારીખઃ 24-02- 2020
- અરજી કરવાની છેલ્લી તારીખઃ 21- 06- 2020
- ઉંમર મર્યાદાઃ 18થી 24 વર્ષ- શૈક્ષણિક યોગ્યતાઃ 10+2ની સાથે આઈટીઆઈ ડિપ્લોમા
- ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો, કોરોના સામેના જંગમાં સુરક્ષા કવચનું કામ કરશે આ ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’

આ પણ વાંચો, સલમાન ખાને લૉન્ચ કરી પર્સનલ કેર બ્રાન્ડ FRSH, સેનિટાઇઝર્નસથી કરી શરૂઆત
First published: May 25, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading