INX media case: પી.ચિદમ્બરમને રાહત ન મળી, કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

News18 Gujarati
Updated: October 30, 2019, 5:28 PM IST
INX media case: પી.ચિદમ્બરમને રાહત ન મળી, કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા
પ્રતિકાત્મક તસવીર

INX media caseમાં કોર્ટે પી.ચિદમ્બરમને રાહત ન આપી. જોકે, તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં ચિદમ્બરમને ઘરનું ભોજન ખાવાની પરવાનગી અપાઈ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દેશના પૂર્વ નાણા મંત્રી (Ex finance minister) અને કૉંગ્રેસના (congress)ના વરીષ્ઠ નેતા પી.ચિદમ્બરમ (P.chidambaram)ની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. INX media caseમાં કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા તેમને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં (Judicial custody)માં મોકલી આપ્યા છે. જોકે, ઈ.ડી.એ આ મામલે વધુ એક દિવસની કસ્ટડી વધારવાની માંગ કરી હતી જે કોર્ટ ફગાવી છે.

આ 14 દિવસ દરમિયાન ચિદમ્બરમે જેલમાં જ રહેવું પડશે. ચિદમ્બરમને તિહાડમાં ખરાબ સ્વાસ્થ્યને જોતાં કોર્ટે તેમની ઘરના ભોજન માટેની અપીલ ગ્રાહ્ય રાખી છે. તેઓ જેલમાં ઘરનું ટિફિન મેળવી શકશે.

જજે તસવીર લેવાની મનાઈ ફરમાવી


કોર્ટમાં સુનાવણી દરમિયાન એખ મહિલા વકીલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની તસવીર લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જજે તેમને કારણ પૂછ્યું હતું. જજના કારણ પૂછ્યા બાદ મહિલા વકીલે માફી માંગી હતી. ત્યારબાદ જજે મહિલા વકીલે ક્લિક કરેલી તસવીર ડિલિટ કરાવી હતી. મહિલાએ તસવીર ડિલિટ કરી ત્યારે મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો :  મુંબઈ 2050 સુધીમાં સમુદ્રમાં આટલું ડૂબી જશે, પહેલીવાર સામે આવી ચોંકાવનારી સેટેલાઇટ ઇમેજ


21મી ઑગસ્ટે ધરપકડ થઈ હતી

પૂર્વ કેન્દ્રીય નાણા અને ગૃહમંત્રી ચિદમ્બરમની સી.બી.આઈ. દ્વારા આઈ.એન. એક્સ. મીડિયા ભ્રષ્ટાચાર મામલે 21 ઑગસ્ટે ધરપકડ કરી હતી. સી.બી.આઈ. દ્વારા 15મી મેના રોજ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ 2007માં વિદેશમાંથી 305 કરોડ રૂપિયાની રકમ મેળવવા માટે તેમણે કથિત રીતે ગોટાળો
First published: October 30, 2019, 5:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading