કાર્તિ ચિદંબરમને મુંબઈ લઈ ગઈ CBI, ઈન્દ્રાણી અને પીટર સાથે મુલાકાત

News18 Gujarati
Updated: March 4, 2018, 12:06 PM IST
કાર્તિ ચિદંબરમને મુંબઈ લઈ ગઈ CBI, ઈન્દ્રાણી અને પીટર સાથે મુલાકાત

  • Share this:
પૂર્વ વિત્ત મંત્રી પી ચિદંબરમનો છોકરો અને આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી કાર્તિ ચિદંબરમને સીબીઆઈ રવિવારે સવારે મુંબઈ લઈ જવામાં આવ્યો. મળતી જાણકારી પ્રમાણે અહીંયા કાર્તિની ઈન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી સાથે મેળવીને પરીથી પૂછપરછ કરવમાં આવશે.

આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી ઈન્દ્રાણી મુખરજીએ સીબીઆઈને જણાવ્યું હતું કે કાર્તિ ચિદમ્બરમે એફઆઈપીબી ક્લિયરન્સ માટે લગભગ રૂ. 6 કરોડ ($1 મિલિયન)ની માંગ કરી હતી. ત્યારબાદ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાર્તિ ચિદમ્બરને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

નોંધનીય છે કે સીબીઆઈએ આ નિવેદનને આધારે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આ બન્ને કેસ 2007ના છે. તે સમયે પી ચિદમ્બરમ નાણાં મંત્રી હતા. તેમના પર આક્ષેપ છે કે તેમણે પુત્ર કાર્તિનું કામ સરળ બનાવ્યું હતું. આ કેસમાં સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા, તેના ડિરેક્ટર્સ પીટર અને ઈન્દ્રાણી મુખરજી સાથે કાર્તિ ચિદમ્બરમનું નામ પણ જોડવામાં આવ્યું હતું.

સીબીઆઈ ઉપરાંત ઈડીના વકીલે પણ ફરિયાદ કરી હતી કે કાર્તિ ચિદંબરમની તપાસમાં બિલકુલ સહયોગ નથી કરી રહ્યાં. વકીલે દલીલ કરી હતી કે કાર્તિને છોડીએ તો તપાસ પ્રક્રિયા પર અસર પડી શકે છે. જે પછી સીબીઆઈએ કોર્ટની સામે કેટલાક દસ્તાવેજો પણ આપ્યાં હતાં. જેના આધારે મોટા ષડયંત્રની પણ આશંકા જાહેર કરી હતી.
First published: March 4, 2018, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading