Home /News /national-international /Interview: ઈસ્ટર એટેક વિશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બોલ્યા,'મને ગુપ્ત જાણકારી વિશે જાણ નહોતી કરાઈ'

Interview: ઈસ્ટર એટેક વિશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બોલ્યા,'મને ગુપ્ત જાણકારી વિશે જાણ નહોતી કરાઈ'

શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીસેનાની ફાઇલ તસવીર

News 18 સાથેના એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ઇન્ટેલિજન્સ અને અધિકારીઓને ચુક અને ઇમર્જન્સી જાહેર કરવા વિશે ચર્ચા કરી હતી.

  એશ્વર્યા કુમાર

  શ્રીલંકાએ 21મી એપ્રિલે દાયકાના સૌથી મોટા આતંકવાદી હુમલાનો સામનો કર્યો હતો. ઇસ્લામિક સ્ટેટ દ્વારા થયેલા હુમલા બાદ શ્રીલંકામાં મોટા પાયે અંતિમ સંસ્કાર થઈ રહ્યાં છે, દેશના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

  News 18 સાથેના એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ઇન્ટેલિજન્સ અને અધિકારીઓને ચુક અને ઇમર્જન્સી જાહેર કરવા વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે તેમનો દેશ આ પીડામાંથી બહાર નીકળી અને આગળ વધે

  તમે કહ્યું કે તમારી ઑફિસને ઇનપુટ આપવામાં આવ્યું નહોતું. તમારા મતે આ ચુક બદલ કોણ જવાબદાર છે? તમને લાગે છે કે જાણી જોઈ ઇનપુટ પ્રકાષમાં ન લવાયા ?

  ડિફેન્સ સેક્રેટરી અને પોલિસ મહાનિરીક્ષક દ્વારા ગંભીર ચુક થઈ છે. મને એ ઇન્ટેલિજન્સ પત્ર વિશે જાણ નહોતી કરાઈ જે અમારા મિત્ર દેશ દ્વારા ચોથી એપ્રિલે આપવામાં આવી હતી. પત્રમાં ચર્ચ, જાહેર સ્થળો અને વીઆઈપી સ્થાને પર સંભવિત હુમલાની માહિતી અપાઈ હતી.

  આ પણ વાંચો : શ્રીલંકામાં 359 લોકોની હત્યા પહેલા આતંકીઓએ બનાવ્યો હતો વીડિયો

  આઈજીપીએ એ પત્ર સ્ટાફ ડીજીપીને આપ્યો હતો આ પત્ર એક ટેબલથી બીજા ટેબલ સુધી ફરતો રહ્યો અને મારા સુધી પહોંચ્યો જ નહીં. મારા અથવા પ્રધાન મંત્રીના સુરક્ષા પ્રમુખ સુધી આ પત્ર પહોંચ્યો નહોતો. રક્ષા મંત્રી અને આઈજીપી બંને 14મી એપ્રિલે મને શુભકામના આપવા માટે આવ્યા હ તા પરંતુ પત્ર વિશે હરફ સુધ્ધા ઉચાર્યો નહોતો. આ તેમના તરફથી થયેલી મોટી ચુક હતી.

  હુમલાની તપાસ ક્યાં સુધી પહોંચી છે? શું દેશ પરથી જોખમ ટળી ગયું છે ?

  સરકાર હુમલાવરોને પકડવામાં સક્ષમ છે, ધરપકડના દોર શરૂ છે, મને વિશ્વાસ છે ભવિષ્યમાં આવી ઘટના નહીં ઘટે અને તેના માટે અમે તકેદારીના પગલા લઈશું.

  26 વર્ષના ગૃહયુદ્ધ પછી શ્રીલંકામાં શાંતિ સ્થખપાઈ હતી, તમારા મતે દેશની આંતરિક સ્થિતી સંતુલિત છે?

  આ સમયમાં આતંકવાદ સમગ્ર વિશ્વના દેશોને પડકારી રહ્યો છે. દુખદ છે કે શ્રીલંકાએ આનો સામનો કરવો પડ્યો છે. જોકે, અમે આંતરિક સ્થિતિના કારણે એટલા સક્ષમ બની ગયા છીએ કે અમે આ સ્થિતિને સંભાળી લઈશું. એક ક્લિયરિંગ ઑપરેશન સમાપ્ત થઈ ગયા બાદ દેશ સામાન્ય નાગરિકો માટે સલામત થઈ જશે.

  આ પણ વાંચો : ભારતે શ્રીલંકાને 10 દિવસ પહેલા આપ્યા હતા હુમલાખોરોના નામ અને સરનામા

  આતંકવાદીઓને દબોચવા માટે અમારે ઇમર્જન્સી જાહેર કરવી પડી હતી. દેશના ગેજેટ મુજબ કેટલીક સત્તાઓ ઓછી પડી રહી હતી જેના કારણે આ પગલું ભરવું પડ્યું હતું.

  તમારી સરકારમાં રાજકીય મતભેદો વિશે ચર્ચા થઈ હતી. તમે વર્તમાન રાજકીય સ્થિતિને કેવી રીતે જુઓ છો?

  સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં અનેક ચર્ચાઓ થવા લાગે છે અને જાતજાતની વાર્તાઓ બહાર આવે છે. જ્યાં સુધી ગુપ્ત માહિતીની વાત છે તો એ ન તો મારા સુધી કે ન તો વડાપ્રધા સુધી પહોંચી હતી. શ્રીલંકા પરનો હુમલો રાજકીય સંક્લનના અભાવે નહીં પરંતુ સુરક્ષામાં ચુક થવાના કારણે થયો છે. આ સ્થિતિમાં અમે એક રાષ્ટ્ર તરીકે એકજૂથ થઈને ઊભા છીએ
  Published by:Jay Mishra
  First published:

  Tags: Sri lanka, Trending news, World news, આતંકવાદી હુમલો

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन