Home /News /national-international /

PM મોદીએ કહ્યું, '35 વર્ષ સુધી ભિક્ષા માંગી જમ્યો, ખિચડી,પૌવા બનાવવા ગમે'

PM મોદીએ કહ્યું, '35 વર્ષ સુધી ભિક્ષા માંગી જમ્યો, ખિચડી,પૌવા બનાવવા ગમે'

પીએમ મોદીએ કહ્યું કે તેમને ખિચડી અને પૌવા બનાવવા ગમે છે.

વડાપ્રધાન મોદીએ ઇન્ડિયા ટુડે અને આજકતને આપેલા ઇન્ટવ્યૂમાં કહ્યું કે કોઈ વિશ્વાસ નહીં કરે પરંતુ મે 35 વર્ષ સુધી ભિક્ષા માંગી ભોજન લીધું છે. આ વાત કોઈના ગળે નહીં ઉતરે'

    ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી અલગ અલગ ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યાં છે, તેવામાં શુક્રવારે તેમણે ઇન્ડિયા ટુડે અને આજતકને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના જીવનના અનેક કિસ્સાઓ ખૂલ્લા મને ચર્ચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે મારી ટેવ છે કે હું ક્યાંય પણ જાવ તો એના મોહમાં બંધાઈ જતો નથી. મેં 35 વર્ષ સુધી ભિક્ષા માંગી ભોજન કર્યુ હતું. આજે પણ જાતે ભોજન બનાવી શકું છું.

    જીવનના શરૂઆતના દિવસનો યાદ કરતા પીએમ મોદીએ કહ્યું,'જ્યારે મેં ઘર છોડ્યું ત્યાર બાદ 32 વર્ષ સુધી ઘરે પાછો ગયો નહોતો. પિતાજીનું નિધન થયું ત્યારે એક વાર ઘરે ગયો હતો અને તેમના અંતિમ સંસ્કાર દરમિયાન જ મને જાણ કરાઈ હતી કે મારે જવાનું છે, ફરી એક વાર ખભ્ભે ઝોળી લઈને નીકળી પડ્યો હતો.'

     આ પણ વાંચો :  મુંબઈમાં PM મોદી બોલ્યા -જેમણે દેશને લૂટ્યો છે તેમણે પાછું આપવું જ પડશે

    પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે જો હું એમ કવ કે મેં 35 વર્ષ સુધી ભિક્ષા માંગીને ભોજન કર્યુ છે કે તો કોઈના ગળે આ વાત નહીં ઉતરે જોકે, હું ક્યાંય અગાઉથી જાણ કરીને જતો નહોતો એટલે ત્યાં જે મળે તે ખાઈ લેતો હતો. જો ન મળે તો ભુખ્યો પણ રહેતો હતો. મારૂ જીવન આમ જ વીત્યું છે. ક્યારેક પાર્ટીના કામથી મોડો આવું તો ખિચડી બનાવી ખાઈ લેતો હતો.


    હેડગેવાર ભવનમાં ચા બનાવતો, કચરા પણ કાઢતો હતો
    પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં પરત આવ્યા બાદ અનેક દિવસ અમદાવાદ મણિનગરમાં આવેલા હેડગેવાર ભવનમાં રહેતો હતો અને ત્યાં સાફ સફાઈ કરતો તા બનાવતો હતો. મારી ડ્યૂટી સવારે 5.00 વાગ્યે શરૂ થઈ જતી હતી. હું આજે પણ ભોજન બનાવી શકું છું.

     આ પણ વાંચો : PM મોદી પાસે છે ફક્ત 38 હજાર રુપિયા રોકડા, જાણો અન્ય કેટલી છે સંપત્તિ

    ખિચડી અને પૌવા બનાવતા આવડે છે
    પીએમ મોદીએ કહ્યું કે હેડગેવાર ભવનમાં સવારે અમે તમામ મહાપુરૂષોનું સ્મરણ કરતા હતા. હું ત્યાં ચા વહેંચતો અને ત્યાર બાદ શાખા જતો હતો. પરત આવી અને નાશ્તો તૈયાર કરવામાં લાગી જતો હતો. મને ખિચડી અને પૌવા બનાવવા ગમે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Interview, Loksabha elections 2019, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन