Home /News /national-international /ISનું બલરામપુર કનેક્શન : શકમંદ આતંકીના પિતાએ કહ્યુ- અનેક માનતા પછી યુસૂફનો જન્મ થયો, ઇજ્જત પર બટ્ટો વાગી ગયો
ISનું બલરામપુર કનેક્શન : શકમંદ આતંકીના પિતાએ કહ્યુ- અનેક માનતા પછી યુસૂફનો જન્મ થયો, ઇજ્જત પર બટ્ટો વાગી ગયો
દિલ્હીથી ઝડપાયેલા શકમંદ આતંકીના પિતા.
પિતાએ જણાવ્યું કે, અબૂ યુસૂફ ઉર્ફ મુસ્તકીમ આઠ ભાઈ-બહેનમાં સૌથી મોટો છે. અબૂ યુસૂફના બે ભાઈ સાઉદી અરેબિયામાં ડ્રાઇવરનું કામ કરે છે. સૌથી નાનો ભાઈ બેંગલુરુમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. મુસ્તકીમની ચારમાંથી ત્રણ બહેનના લગ્ન થઈ ગયા છે, નાની બહેન 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે.
ઋષભ મણિ ત્રિપાઠી, બલરામપુર/લખનઉ : દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર નિવાસી ISISના શકમંદ આતંકી અબૂ યુસૂફ (Suspected ISIS Terrorist Abu Yusuf)ની પત્ની આયેશાએ સ્વીકાર કર્યો છે કે તેનો પતિ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેને અનેક વખત સમજાવ્યો હતો, બાળકો સામે જોઈને આવું ન કરવા માટે પણ કહ્યુ હતુ પરંતુ તે ભટકી ગયો હતો. શકમંદ આતંકીના પિતા કફીલ અહમદે (Kafeel Ahmad) કહ્યું કે અબૂ યુસૂફનો જન્મ અનેક માનતા બાદ થયો હતો. આઠ-ભાઈ બહેનોમાં સૌથી મોટા એવા અબૂ પહેલા તેના પિતાને બે દીકરી હતી, પરંતુ જન્મ બાદ બંનેનાં મોત થયા હતા. જે બાદ અનેક માનતા પછી યુસૂફનો જન્મ થયો હતો, પરંતુ તેણે બાપ દાદાએ મેળવેલી ઇજ્જત પર પાણી ફેરવી દીધું છે.
પિતાએ જણાવ્યું કે, અબૂ યુસૂફ ઉર્ફ મુસ્તકીમ આઠ ભાઈ-બહેનમાં સૌથી મોટો છે. અબૂ યુસૂફના બે ભાઈ સાઉદી અરેબિયામાં ડ્રાઇવરનું કામ કરે છે. સૌથી નાનો ભાઈ બેંગલુરુમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. મુસ્તકીમની ચારમાંથી ત્રણ બહેનના લગ્ન થઈ ગયા છે, નાની બહેન 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. 2011માં મુસ્તકીમની પાસેના ગામમાં રહેતી આયેશા સાથે લગ્ન થયા હતા, આયેશા આઠમાં ધોરણ સુધી ભણી છે. મુસ્તકીનના ચાર બાળકો છે. સૌથી મોટી સારા તેના પછી સાફિયા પછી ઇબ્રાહિમ અને સૌથી નાનો યૂસુફ છે.
મુસ્તકીમના પિતા કફીલે જણાવ્યું કે તેના પ્રથમ બે સંતાન છોકરીઓ હતી, જે વિકલાંગ હતી. થોડા મહિનામાં જ બંનેનાં મોત થયા હતા. જે બાદમાં ખૂબ બાધા રાખી હતી અને મુસ્તકીમનો જન્મ થયો હતો. પિતાના કહેવા પ્રમાણે તે મુસ્તકીનને ખૂબ ભણાવવા માંગતા હતા, આથી તેણે મુસ્તકીમને તેના મોટા ભાઈ વસીમ પાસે મોકલ્યો હતો, જે બહરાઇચમાં પોલીસ સિપાહી હતા. અહીં મુસ્તકીમે સાતમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. વસીમની બદલી લખનઉ થઈ ત્યારે તે મુસ્તકીમને પણ પોતાની સાથે લઈ ગયો હતો. લખનઉમાં મુસ્તકીમે નવમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. બે વખત નાપાસ થયા બાદ પિતાએ અભ્યાસ છોડાવી દીધો હતો.
નોંધનીય છે કે શનિવારે દિલ્હીના ધૌલાકુંવાથી ISISના શકમંદ આતંકી અબૂ યુસૂફ ઉર્ફે મુસ્તકીમની બાતમી બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. જે બાદમાં પોલીસે બલરામપુરમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને બૉમ્બ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો. પોલીસને યુસૂફના ઘરેથી આઈએસનો ઝંડો, એમ્પીયર મીટર, ભારે પ્રમાણમાં દારૂગોળો, સ્ટીમ બૉલ સહિત એવો સામાન મળ્યો છે જેનો વિસ્ફોટક બનાવવામાં ઉપયોગ થાય છે.
આ સામાનમાં શરીરમાં વિસ્ફોટક બાંધવા માટે વપરાતો બેલ્ટ પણ સામેલ છે. આ બેલ્ટને બાંધીને યુસૂફ આત્મઘાતિ હુમલો કરવા માંગતો હતો. શનિવારે તપાસ દરમિયાન યુસૂફના ઘરેથી વિસ્ફોટક તેમજ વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે. તેની પૂછપરછ બાદ તેના ઘરની બાજુમાં આવેલા તળાવમાંથી માનવ બોમ્બમાં વપરાતા બે જેકેટ મળી આવ્યા હતા. આ મામલે હાલમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ઉત્તર પ્રદેશ એટીએસ ટીમ વધારે માહિતી મેળવી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર