Covishieldના બે ડોઝ વચ્ચેનું અંતર કેમ વધારાયું? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે અંતર વધારવાનો નિર્ણય પારદર્શી અને વૈજ્ઞાનીક આંકડાઓના આધારે લેવામાં આવ્યો હતો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે અંતર વધારવાનો નિર્ણય પારદર્શી અને વૈજ્ઞાનીક આંકડાઓના આધારે લેવામાં આવ્યો હતો
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે ભારત (India)માં લોકોને આપવામાં આવી રહેલી કોવિશીલ્ડ વેક્સીન (Covishield Vaccine)ના બે ડોઝની વચ્ચે અંતર વધારવાનો મામલો ફરી એક વાર ચર્ચામાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે અંતર વધારવાનો નિર્ણય પારદર્શી અને વૈજ્ઞાનીક આંકડાઓના આધારે લેવામાં આવ્યો હતો.
મૂળે, આ પહેલા સમાચાર એજન્સી રોઇટર્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે વૈજ્ઞાનિક સમૂહની સહમતિ વગર જ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા (Covishield) વેક્સીનના બે ડોઝની વચ્ચેનું અંતર બમણું કરી દીધું હતું. નોંધનીય છે કે મે મહિનામાં કોરોના વાયરસના મામલા ખૂબ ઝડપથી વધી રહ્યા હતા અને અનેક વેક્સીન સેન્ટરમાં ડોઝની અછત સર્જાઈ હતી. ત્યારબાદ 13 મેના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચેનું અંતર 6-8 સપ્તાહથી વધારીને 12-16 સપ્તાહ કરી દીધું હતું.
તેને લઈને હવે સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટ કરતાં કહ્યું કે, આ ખૂબ જ દુખદ છે કે આટલા અગત્યના મામલા પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ તેઓએ રાષ્ટ્રીય રસીક ણ ટેકનીકલ પરામર્શ સમૂહ (NTAGI)ના અધ્યક્ષ એન.કે. અરોરાનું નિવેદન પણ રજૂ કર્યું છે જેમાં તેઓએ કહ્યું કે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પ્રમાણોના આધાર પર પારદર્શી રીતે લેવામાં આવ્યો છે.
NTAGIના ચેરમેન ડૉ. એન.કે. અરોરા (NTAGI Chairman Dr. NK Aroda)એ કહ્યું કે, અમે જોયું કે UK જેવા કેટલાક દેશોમાં રસીકરણ શરૂ કરતી વખતે વેક્સીનના બે ડોઝની વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું. અમને તેની જાણકારી હતી, પરંતુ અમે 4 સપ્તાહનો અંતરાળ જ નક્કી કર્યો. તેની સાથે જ તેમણે કહ્યું કે, બાદમાં અમને અનેક વૈજ્ઞાનિક પ્રમાણ અને ડેટા મળ્યા, જેના આધારે જાણવા મળ્યું કે વેક્સીનના બે ડોઝની વચ્ચે 4 સપ્તાહનું અંતર હોવાથી વેક્સીનની એફિકસી લગભગ 57 ટકા અને 8 સપ્તાહનું અંતર હોવાથી લગભગ 60 ટકા સુધી થઈ જાય છે.
" isDesktop="true" id="1105580" >
સરકારે 13 મેના રોજ કહ્યું હતું કે તેમણે કોવિડ-19 કાર્યકારી સમૂહની ભલામણોનો સ્વીકાર કરતાં કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝની વચ્ચેનું અંતર 6-8 સપ્તાહથી વધારીને 12-16 સપ્તાહ કરી દીધું છે. મંત્રાલયે કહ્યું કે, Covid-19 વર્કિંગ ગ્રુપની ભલામણને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 દ્વારા એક બેઠકમાં સ્વીકારવામાં આવી, જેની અધ્યક્ષતા ડૉ. વી.કે. પૉલે 12 મે, 2021ના રોજ કરી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર