Home /News /national-international /મની લૉન્ડ્રિંગ કેસમાં નીરવ મોદીની પત્નીની વિરુદ્ઘ ઇન્ટરપૉલે જાહેર કરી રેડ કૉર્નર નોટિસ

મની લૉન્ડ્રિંગ કેસમાં નીરવ મોદીની પત્નીની વિરુદ્ઘ ઇન્ટરપૉલે જાહેર કરી રેડ કૉર્નર નોટિસ

નિરવ મોદી

ઇન્ટરપોલે પહેલાથી જ નીરવ મોદી અને તેના ભાઇ નેહલ અને બહેન પૂર્વી વિરુદ્ધ પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂકી છે.

    પંજાબ નેશનલ બેંક (PNB)થી દેવુ લઇને કૌભાંડ કરનાર હીરાના વેપારી નીરવ મોદી (Nirav Modi)ના પરિવારે પર પણ હવે સરકાર સંકજો કસવાની તૈયારી કરી રહી છે. મંગળવારે ઇન્ટરપોલ (Interpol)એ ભારતમાં મની લૉન્ડ્રિંગ કેસમાં નીરવ મોદીની પત્ની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) જાહેર કર્યું છે. આ નોટિસમાં તેની પત્નીની વિરુદ્ધ ભારતમાં દાખલ મની લોન્ડ્રિંગના વિભિન્ન કેસ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.

    ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસનો મતલબ થાય છે કે આંતરાષ્ટ્રીય અરેસ્ટ વોરન્ટ. આ હેઠળ પ્રત્યર્પણની પ્રક્રિયા પણ થાય છે. તમને જણાવી દઇએ કે ઇન્ટરપોલે પહેલાથી જ નીરવ મોદી અને તેના ભાઇ નેહલ અને બહેન પૂર્વી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂકી છે. નીરવ મોદી અને તેની ફર્મ વિરુદ્ધ બેંકની સાથે 14,000 કરોડ રૂપિયાની છેતરપીંડી કરવા મામલે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. નીરવ મોદીને 2019માં લંડનમાં પકડવામાં આવ્યા છે. તે લંડનની વેંડ્સવર્થ જેલમાં બંધ છે. તેની વિરુદ્ધ પ્રત્યાર્પણની સુનવણી ચાલી રહી છે.

    વધુ વાંચો : કોરોના વાયરસ શરીરના ભાગોને પહોંચાડે છે મોટું નુક્શાન, સંશોધનમાં બહાર આવી ચોંકાવનારી માહિતી

    નીરવ મોદીના અંકલ અને અન્ય આરોપી મેહુલ ચોક્સી હાલ કેરીબિયન દ્રીપ એન્ટીગામાં રહી રહ્યા છે. તેમણે ત્યાંની નાગરિકતા પણ લઇ લીધી છે. અને ભારત પાછા ફરવા માટે તે સ્વાસ્થય સંબંધી કારણોનો હવાલો આપી રહ્યા છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી બંને આ કૌભાંડના આરોપી છે. મેંમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સીબીઆઇે આરોપ લગાવ્યો છે નીરવ મોદી દ્વારા 6,498.20 કરોડ રૂપિયાની ધનરાશિનું કૌભાંડ કરવામાં આવ્યું છે. મેહુલ ચોકસીની તરફથી કથિત રીતે 7,080.86 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. બંને આરોપી 2018માં સીબીઆઇની તપાસ શરૂ થવા પહેલા જ ભારતથી ફરાર થઇ ગયા હતા.
    " isDesktop="true" id="1016755" >

    ઇડીએ પણ મની લોન્ડ્રિંગ કેસમાં નીરવ મોદીની તપાસ કરી રહ્યું છે. ગત મહિને જ નીરવ મોદીથી જોડાયેલી 330 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. મુંબઇ, લંડન અને યુએઇના ફ્લેટ પણ આમાં સામેલ છે. તપાસ એજન્સીએ આ પહેલા 2,348 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bank, Interpol, Nirav Modi, PNB

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन