ઇન્ટરપોલ દ્વારા ઈડીને સવાલ, લલિત મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ કેમ?

પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીને રેડ કોર્નર નોટિસ જાહેર કરવાના મામલે ઇન્ટરપોલે ઈડી પાસેથી ઘણા સવાલોના જવાબ માંગ્યા છે.

પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીને રેડ કોર્નર નોટિસ જાહેર કરવાના મામલે ઇન્ટરપોલે ઈડી પાસેથી ઘણા સવાલોના જવાબ માંગ્યા છે.

  • Share this:
રાજસ્થાન#પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીને રેડ કોર્નર નોટિસ જાહેર કરવાના મામલે ઇન્ટરપોલે ઈડી પાસેથી ઘણા સવાલોના જવાબ માંગ્યા છે.

ઇન્ટરપોલે ઈડીને પુછ્યું છે કે, લલિત મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની જરૂરત શું છે? શું તમારી પાસે લલિત મોદી વિરૂદ્ધ પુરતા પુરાવા છે? આ સવાલો બાદ હવે લલિત મોદીની ધરપકડ ઈડીના જવાબો પર નિર્ભર છે.

ઇન્ટરપોલે ઈડીને 20 સવાલોનું લિસ્ટ આપ્યું છે. જેના આધારે ઇન્ટરપોલ એ જાણવા માંગે છે કે, લલિત મોદીની ધરપકડ કરવા માટે પુરતા પુરાવા હાજર છે કે નહીં, ઈડી પાસે મામલામાં અન્ય આરોપીના વિરૂદ્ધ માહિતી માંગી છે અને કયા આરોપસર તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. ઇન્ટરપોલે એ પણ પુછ્યું કે, આરોપીઓના વિરૂદ્ધ તપાસ કરતા સમય કેમ વધુ લાગ્યો. જાણવા મળ્યું છે કે, ઈડીને આ લિસ્ટ 20 ઓગસ્ટે મળ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ હાલમાં જ લલિત મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે ઇન્ટરપોલને ઘટનાને લઇને સંબંધિત દસ્તાવેજ મોકલ્યા હતા. તો, આઇપીએલમાં નાણાંકીય ગેરરીતિઓના આરોપસર મુંબઇની એક કોર્ટે લલિત મોદી વિરૂદ્ધ બિન જામિનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું.

ઇન્ટરપોલ દ્વારા ઈડીને સવાલોનું એક લાંબું લિસ્ટ પકડાવી દેવાયા બાદ હવે લાગે છે કે, લલિત મોદીને પકડવા સહેલા સાબિત નહીં થાય. ઇન્ટરપોલને આશંકા એ વાતને લઇને છે કે, લલિત મોદીના વિરૂદ્ધ મામલો એટલો જૂના છે કે, ફરીથી ઈડી એકાએક લલિત મોદીના વિરૂદ્ધ આટલું કડક વલણ કેમ અપનાવી રહ્યું છે. શું આ રાજકારણ પ્રેરિત કાર્યવાહી તો નથી ને?
First published: