મૈસુર : દુનિયાભરમાં આજે (21 જૂન) આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm narendra modi)યોગ દિવસના (Yoga Day 2022) પ્રસંગે કર્ણાટકના મૈસુરમાં ઉપસ્થિત છે. અહીં પેલેસ મેદાનમાં પીએમ સામૂહિક યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ મેદાનમાં પીએમ મોદી સાથે 15000 લોકો યોગ કરી રહ્યા છે.
પીએમે કહ્યું કે આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ #YogaForHumanity છે. હું આ થીમ દ્વારા લોકોને યોગના આ સંદેશાને પુરી માનવતા સુધી પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રનો અને બધા દેશોનો દિલથી ધન્યવાદ કરું છું. યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી શાંતિ ફક્ત વ્યક્તિઓ માટે નથી. યોગ આપણા સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે આ આખું બ્રહ્માંડ આપણા શરીર અને આત્માથી શરુ થાય છે. બ્રહ્માંડ આપણાથી શરુ થાય છે. યોગ આપણને અંદરની દરેક વસ્તુ પ્રત્યે જાગરુક બનાવે છે અને જાગરુકતાની ભાવનાનું નિર્માણ કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે મૈસુર જેવા ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ જે યોગની ઉર્જાને સદીઓથી પોષિત કરી આજે તે યોગ ઉર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપી રહી છે. આજે યોગ વૈશ્વિક સહયોગનું પારસ્પરિક આધાર બની રહ્યો છે. આજે યોગ માનવ માત્રને નિરોગી જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે.
પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે કાલે એટલે કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વખતે આ આયોજન ‘માનવતા માટે યોગ’ની થીમ અંતર્ગત થઇ રહ્યું છે. આવો આપણે બધા મળીને તેને સફળ બનાવીએ અને યોગની લોકપ્રિયતાની વધુ વધારીએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર