International Yoga Day: યોગ દિવસ પર સવારે 6:30 કલાકે કાર્યક્રમને સંબોધિત કરશે પીએમ મોદી, જણાવી થીમ

International Yoga Day: યોગ દિવસ પર સવારે 6:30 કલાકે કાર્યક્રમને સંબોધિત કરશે પીએમ મોદી, જણાવી થીમ

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે કાલે 21 જૂને આપણે સાતમો યોગ દિવસ મનાવીશું

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)સાતમાં યોગ દિવસ કાર્યક્રમને (7th International Yoga Day)સોમવારે સવારે 6:30 કલાકે સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે કાલે 21 જૂને આપણે સાતમો યોગ દિવસ મનાવીશું. આ વર્ષનો વિષય ‘યોગ ફોર વેલનેસ’છે, જે શારીરિક અને માનસિક કલ્યાણ માટે યોગનો અભ્યાસ કરવા પર કેન્દ્રિત છે. કાલે સવારે 6:30 કલાકે યોગ દિવસ કાર્યક્રમને સંબોધિત કરીશ.

    કોવિડ-19 મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021નો (International Yoga Day)પ્રમુખ કાર્યક્રમ એક ટેલિવિઝન કાર્યક્રમ હશે. જેમાં પ્રધાનમંત્રીનું સંબોધન થશે. બધી દૂરદર્શન ચેનલો પર સવારે 6.30 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં આયુષ રાજ્ય મંત્રી કિરેન રિજિજૂનું સંબોધન અને મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થાનના યોગ પ્રદર્શનનું લાઇવ પ્રસારણ પણ સામેલ છે. વૈશ્વિક સ્તર પર લગભગ 190 દેશોમાં યોગ દિવસ મનાવવામાં આવશે.

    આ પણ વાંચો - EXCLUSIVE: જમ્મુ કાશ્મીરને પાછો મળી શકે છે રાજ્યનો દરજ્જો, 24 જૂને બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરશે PM

    તંદુરસ્તીમાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે નોડલ મંત્રાલય, આયુષ મંત્રાલયે યોગ દિવસ પહેલા આયોજિત વિભિન્ન ગતિવિધીઓના માધ્યમથી વ્યક્તિની તંદુરસ્તીમાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય વિષયવસ્તુ તંદુરસ્તી માટે યોગ છે, જે વર્તમાન પૂર્વ વ્યવસાયો સાથે જોડાયેલ છે.
    Published by:Ashish Goyal
    First published: