International Yoga Day 2021: વડાપ્રધાન મોદીએ કહ્યુ- કોરોના કાળમાં આશાનું કિરણ બન્યું યોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યુ, યોગ દિવસ માટે ઉત્સાહ ઓછો નથી કરી શક્યો કોરોના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યુ, યોગ દિવસ માટે ઉત્સાહ ઓછો નથી કરી શક્યો કોરોના

  • Share this:
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવાર સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021)ના અવસરે આયોજિત થયેલા કાર્યક્રમને સંબોધિત કરતાં કોરોના કાળમાં પણ યોગના મહત્ત્વ વિશે વાત કરી. આ વખતે યોગ દિવસ (Yoga Day)નો મુખ્ય વિષયવસ્તુ તંદુરસ્તી માટે યોગ છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી (Coronavirus Pandemic)નો સામનો કરી રહ્યું છે, તો યોગ (Yoga) આશાની કિરણ બનેલું છે. બે વર્ષથી દુનિયાભરના દેશોમાં અને ભારતમાં ભલે મોટા જાહેર કાર્યક્રમો આયોજિત નથી થઈ રહ્યા પરંતુ યોગ દિવસ પ્રતિ ઉત્સાહ ઓછો નથી થયો.

    PM મોદીએ કહ્યું કે, જ્યારે કોરોનાના અદૃશ્ય વાયરસે દુનિયામાં પ્રવેશ કર્યો હતો, ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી, તેના માટે તૈયાર નહોતો. આપણે સૌએ જોયું કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું.

    વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હવે વિશ્વને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ પ્રશિક્ષણના અનેક વીડિયો દુનિયાની અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો, International Yoga Day 2021: આ 3 યોગાસનોથી ડાયાબિટીસની સમસ્યામાં મળશે રાહત, અચૂક કરો અભ્યાસ

    PM મોદીએ કહ્યું કે, જ્યારે ફ્રન્ટલાઇન યોદ્ધાઓ અને ડૉક્ટરો સાથે વાત કરું છું તો તેઓ મને જણાવે છે કે તેઓેઅ યોગને કોરોનાની વિરુદ્ધ લડવાનું હથિયાર બનાવ્યું. તેઓએ પોતાની સુરક્ષા ઉપરાંત દર્દીઓને પણ સુરક્ષા માટે યોગનો ઉપયોગ કર્યો છે.

    આ પણ વાંચો, Medical Career Options: મેડિકલ સાયન્સમાં ઝડપથી વધી કારકિર્દીની તકો, ધોરણ-12 બાદ કરો આ કોર્સ

    આયુષ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તમામ દૂરદર્શન ચેનલો પર સવારે 6:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં આયુષ રાજ્ય મંત્રી કિરન રિજિજૂનું સંબોધન અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાનના યોગ પ્રદર્શનનું સીધું પ્રસારણ પણ સામેલ છે.

    મંત્રાલયે કહ્યું કે, આ મહામારીના અનુભવે યોગના સ્વાસ્થ્ય લાભો વિશે જનતાને વધુ જાગૃત કરી દીધા છે અને આ અનુભવને આયુષ મંત્રાલયે પોતાના પ્રચાર પ્રયાસોમાં વિધિવત સમાયોજિત કર્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: