આંતરરાષ્ટ્રીય યોગ ડે: PM મોદીએ શિખવાડ્યું તાડાસન, જાણો - ફાયદો

News18 Gujarati
Updated: June 7, 2019, 10:31 PM IST
આંતરરાષ્ટ્રીય યોગ ડે: PM મોદીએ શિખવાડ્યું તાડાસન, જાણો - ફાયદો
યોગ દિવસ પહેલા મોદીએ તાડાસનનો વીડિયો પોસ્ટ કર્યો

અગામી 21 જૂનના રોજ વિશ્વ યોગા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પોતાના એનિમેશનનું તાડાસન કરતો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો.

  • Share this:
અગામી 21 જૂનના રોજ વિશ્વ યોગા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પોતાના એનિમેશનનું તાડાસન કરતો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે, આ આસનથી શરીર તમામ પ્રકારના યોગ આસન માટે તૈયાર થઈ જાય છે. એનીમેશને તાડાસન અથવા માઉન્ટેન પોઝનું પ્રદર્શન કરતા દર્શકોને ચરણવાર પ્રત્યેક જાણકારી આપી તથા તેના ફાયદા પણ જણાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયોની સાથે ટ્વીટ કર્યું, સાચી રીતે તાડાસન કરવાથી અને કેટલાએ અન્ય આસાન સરળતાથી થવા લાગે છે. ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા 3ડી એનિમેશન વીડિયોમાં મોદી એક મરૂન રંગના ગલીચા પર ઉભા છે, તેમની પાછળ મોટી બારીઓ છે જેમાંથી બિલકુલ એવી જ બહાર હરીયાળી દેખાઈ રહી છે, જેવી બુધવારે પોસ્ટ કરવામાં આવેલા તેમના ત્રિકોણાસનવાળા વીડિયોમાં દેખાઈ રહી હતી.

વીડિયોમાં તે જણાવે છે કે, બંને પગ પર એક સાથે કેવી રીતે ઉભુ થવાનું છે, કેવી રીતે આ આસાન કરવાનું છે. આસન દરમ્યાન તેમણે દર્શકોને શ્વાસ પર ધ્યાન આપવાનું કહ્યું છે. યોગ દિવસમાં માત્ર બે અઠવાડીયું રહી ગયું છે અને મોદી ઈચ્છે છે કે, પ્રત્યેક વ્યક્તિ વિશ્વ યોગ દિવસ માટે તૈયાર રહે.

2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમ્યાન મોદી દ્વારા આપવામાં આવેલ સુઝાવ બાદ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ જાહેર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી દુનિયાભરમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
First published: June 7, 2019
વધુ વાંચો
अगली ख़बर