આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના (International Women's Day) અવસર પર રિલાયન્સ ફાઉન્ડેશનના (Reliance Foundation) ચેરપર્સન નીતા અંબાણીએ (Nita Ambani) હર સર્કલ લોન્ચ (Her Circle) કરવાની જાહેરા કરી છે. હર સર્કલ એક ઇમ્પાવરિંગ અને કોમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા ડિઝિટલ પ્લેટફોર્મ છે. આ એક પહેલું ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. જેનો હેતું મહિલાઓ વધારે ઝડપથી સશક્ત બનાવવા અને વાતચીત, એન્ગેજમેન્ટ, કોલોબ્રેશન અને આંતરીક સહયોગ માટે સુરક્ષિત સ્પેસ આપવાનું છે.
Her Circle એ ડેસ્કટોપ અને મોબાઈલ રિસ્પોન્સિવ વેબસાઈટ છે. આ ફ્રી એપ તરીકે ગૂગલ પ્લે સ્ટોર અને માય જીયો એપ સ્ટોર ઉપર હાજર છે. હર સર્કલમાં પાર્ટિસિપેશન અને રજીસ્ટર્ડ યુઝર્સ માટે સંપૂર્ણ પણે ફ્રી છે. અત્યારે આ એપ અંગ્રેજીમાં છે. ટૂંક સમયમાં અન્ય ભાષાઓમાં પણ લોન્ચ કરવામાં આવશે.
કેવી રીતે કામ કરશે
Her Circle મહિલાઓ સાથે જોડાયેલા કન્ટેન્ટને ઉપલબ્ધ કરાવવા માટે એક વન સ્ટોપ ડેસ્ટિનેશ હશે. કન્ટેન્ડ એન્ગેજીંગ હશે, આમાં વીડિયો રહેશે. લિવિંગ, વેલનેસ, ફાઈનાન્સ, વર્ક, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, કમ્યુનિટી સર્વિસ, બ્યૂટી, ફેશન, એન્ટરટેન્મેન્ટ વગેરે સાથે જોડાયેલા આર્ટિકલ રહેશે. મહિલાઓને રિલાયન્સના હેલ્થ, વેલનેસ, એજ્યુકેશન, ફાઈનાન્સ, મેન્ટોરશિપ, એન્ટરપ્રેન્યોરશિપ વગેર એક્સપર્સ પાસેથી સવાલોના જવાબો મળશે.
સ્કિલ્સને ઉમદા બનાવવા અને જોબ સંબંધીત સેક્શન પણ પ્લેટફોર્મ ઉપર હશે. જેથી મહિલાઓના નવા પ્રોફેશનલ સ્કિલ્સ સીખવામાં મદદ મળશે. તેઓ પોતાની પ્રોફાઈલ પ્રમાણએ જોબની તકો મળવી શકશે. કોમ્પ્લિમેન્ટરી ડિજિટલ કોર્સ કરી શકે છે. અથવા માસ્ટર ક્લાસિસ થકી સીખીને ગ્રો કરી શકે છે. મહિલાઓ હર સર્કલ ઉપર પોતાની લાઈફ સ્ટોરી પણ શેર કરી શકે છે. જો બીજાને પ્રેરણા અને આશા આપી શકે છે.
પ્લેટફોર્મનો સોશિયલ નેટવર્કિંગ ભાગ માત્ર મહિલાઓ માટે જ હશે. જ્યારે વીડિયો અને આર્ટિકલ્સના કન્ટેન્ટ દરેક માટે હશે. હર સર્કર ઉપરમેડિકલ અને ફાઈનાન્સ એક્સપર્ટની સાથે ખાનગી ચેટરૂમમાં પ્રશ્નો પૂછવાની પણ સુવિધા રહેશે. હર સર્કલ્સ પર એપ ઓનલી ટ્રેકર્સ પણ રહેશે. જેનાઠી ફિટનેસ ટ્રેકર, ફાઈનાન્સ ટ્રેકર, પીરિયડ ટ્રેકર્સ, પ્રેગનેન્સી ટ્રેકર અને ગાઈડ વગેરે રહેશે.
આખી દુનિયાની મહિાલઓની ભાગીદારી માટે ઓપન
હર સર્કલની શરુઆત અત્યારે ભારતની મહિલાઓ માટે છે પરંતુ આ આખી દુનિયાની મહિલાની ભાગીદારી માટે ઓપન છે. આ ડિજિટલ પ્લેટફોર્મના લોન્ચિંગના અવરસ પર નીતા અંબાણીએ કર્યું કે જ્યારે એક મહિલા બીજી મહિલાને સહારો આપે છે તો અવિશ્વસનીય ચીજો હોય છે. પોતાની આખી જિંદગીમાં મજબૂત મહિલાઓથી ઘેરાયેલી રહી, તેમનામાં મેં દયા, રિજીલિએન્સ અને સકારાત્મક્તા સીખી.
બદલામાં મેં પણ પોતાની દરેક સીખોને બીજાને આપી. 11 યુવતીઓ વાળા પરિવારમાં ઉછરેલી પુત્રી તરીકે મેં પોતાના પર વિશ્વાસ કરવાનું શીખ્યું. પોતાની પુત્રી ઈશા સાથે મેં શરત વગરનો પ્રેમ કરવા અને પોતાના સપાનાઓને પુરા કરવા માટે વિશ્વાસ રાખવાનું શિખ્યું. પોતાની વહૂ શ્લોકાથી મેં દયા અને સંયમ શિખ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ખુશ છું કે હમ હર સર્કલ ડોટ ઇન થકી લાખો મહિલાઓ માટે સહયોગનો એક એવું સર્કલ ક્રિએટ કરી શકીએ છીએ. આ પ્લેટફોર્મ દરેક મહિલાઓને આમંત્રિત કરે છે. હર સર્કલ દરેક સંસ્કૃતિ, સમુદાય અને દેશની મહિલાઓ માટે આઈડિયા અને પહેલુઓનું સ્વાગત કરે છે.