Home /News /national-international /Omicronના ખતરાને ધ્યાનમાં રાખી વિદેશથી આવનારા માટે બદલ્યા નિયમ, જાણો શું છે નવી ગાઈડલાઈન
Omicronના ખતરાને ધ્યાનમાં રાખી વિદેશથી આવનારા માટે બદલ્યા નિયમ, જાણો શું છે નવી ગાઈડલાઈન
પ્રતિકાત્મક તસવીર
omicron corona new guidelines: હવે યાત્રીઓએ યાત્રા (International Travel) પહેલા એર સુવિધા પોર્ટ ઉપર કોવિડ-19 આરટીસીસીઆર ટેસ્ટની (Covid-19 RTCCR test) નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવી અનિવાર્ય છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના (Coronavirus new variant) નવા વેરિએન્ટથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. યાત્રા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ તમામ દેશો ફરીથી યાત્રા નિયમોમાં સંધોધન કરવામાં લાગી ગયા છે. આ વચ્ચે ભારત સરકારે (Government of India) પણ વિદેશથી આવનારા યાત્રીઓ માટે પહેલાની ગાઈડલાઈનમાં (corona guideline) સુધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) રવિવારે 1 ડિસેમ્બરથી લાગુ થનારા નિયમોમાં ફેરફાર કરતા નવા દિશા નિર્દેશો રજૂ કર્યા છે. હવે યાત્રીઓએ યાત્રા પહેલા એર સુવિધા પોર્ટ ઉપર કોવિડ-19 આરટીસીસીઆર ટેસ્ટની (Covid-19 RTCCR test) નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવી અનિવાર્ય છે.
દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાનામાં કોરોના વાયરસ ઓમિક્રોનનો નવો પ્રકાર સામે આવ્યા બાદ ભારત તેની મુસાફરી માર્ગદર્શિકાની સમીક્ષા કરી રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસો પછી પીએમ નરેન્દ્ર મોદીએ પણ મંત્રીઓ અને અધિકારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાની યોજના પર ફરીથી સમીક્ષા કરવા સૂચના આપી છે.
રવિવારે સરકારે કહ્યું કે 1 ડિસેમ્બરથી ભારત આવતા મુસાફરોએ તેમના કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે અને મુસાફરોએ તેમની છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ આપવી પડશે.
નોંધપાત્ર રીતે ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સરકાર 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરશે. સરકારના આ નિર્ણયના એક દિવસ બાદ દક્ષિણ આફ્રિકાથી કોવિડનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે.
ભારતે આ દેશોને રેડ લિસ્ટમાં મૂક્યા છે કોવિડ 19ના નવા પ્રકારોના કેસ ઝડપથી વધી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઇઝરાયેલ, હોંગકોંગમાં આ પ્રકારના કેસો નોંધાયા છે. હવે આ પ્રકારનો એક નવો કેસ યુનાઇટેડ કિંગડમથી આવ્યો છે જ્યાં બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ભારત આ દેશોને પહેલાથી જ જોખમ ધરાવતા દેશોની યાદીમાં મુકી ચુક્યું છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આ દેશોમાંથી આવતા કે આ દેશોમાં જનારા પ્રવાસીઓએ અનેક પ્રકારની તપાસમાંથી પસાર થવું પડશે.
હાલમાં, ભારતે દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ, ઇઝરાયેલ, યુકે સહિતના યુરોપીયન દેશોને તેના ઉચ્ચ જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ વેરિઅન્ટ વિશે ચેતવણી જારી કરીને કહ્યું છે કે તે અત્યાર સુધીના કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર