International Tiger Day 2021: વાઘ વિશે રસપ્રદ તથ્યો અને માનવ જીવનમાં તેનું મહત્ત્વ

ફાઇલ તસવીર.

International Tiger Day 2021: વાઘની વસ્તી જોખમમાં મૂકાઈ તે પહેલાં વાઘ મોટાભાગના એશિયામાં ભ્રમણ કરતા હતા. હાલ વાઘની વસ્તી તેની મૂળ રેન્જના માત્ર 7 ટકા જેટલી જ છે અને તે વિશ્વના માત્ર 13 દેશોના અલગ અલગ જંગલોમાં અને ઘાસના મેદાનોમાં જોવા મળે છે.

  • Share this:
International Tiger Day 2021: વાઘ (Tiger)ની ઘટતી વસ્તી અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડે (International Tiger Day)ની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વાઘએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી (National Animal) છે. જેની વસ્તી ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર, માનવ વન્યપ્રાણી સંઘર્ષ, રહેઠાણની ખોટને કારણે પ્રભાવિત થઈ છે.

વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF) અનુસાર, છેલ્લા 150 વર્ષોમાં જંગલી વાઘની સંખ્યા 95% કરતા વધુ ઘટી છે. જોકે, તેમના સંરક્ષણ ઈતિહાસમાં પ્રથમ વખત WWFએ નિરીક્ષણ કર્યું છે કે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

વાઘના ચીની વર્ષ તરીકે નક્કી કરાયેલા વર્ષ 2022માં WWFનું લક્ષ્ય છે કે જંગલી વાઘની સંખ્યાને બમણી કરીને 6000થી વધુ કરી શકાય. મળતી માહિતી મુજબ, હાલ વિશ્વભરમાં વાઘની કુલ વસ્તી 3,900 છે. જેમાંથી ભારતમાં વાઘની વસ્તી આશરે 3,000 જેટલી છે.

આ પણ વાંચો: વાઘ 30 ફૂટ લાંબી, 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે, વાઘ વિશેની 25 રસપ્રદ વાતો

વાઘની વસ્તી જોખમમાં મૂકાઈ તે પહેલાં વાઘ મોટાભાગના એશિયામાં ભ્રમણ કરતા હતા. હાલ વાઘની વસ્તી તેની મૂળ રેન્જના માત્ર 7 ટકા જેટલી જ છે અને તે વિશ્વના માત્ર 13 દેશોના અલગ અલગ જંગલોમાં અને ઘાસના મેદાનોમાં જોવા મળે છે.

અહીં કેટલાક રસપ્રદ તથ્યો જણાવ્યા છે, જે તમને વાઘ વિશે વધુ માહિતી પૂરી પાડશે

- હાલની ઈકોસિસ્ટમમાં રહેલી ફૂડ ચેનમાં વાઘ અગત્યની ભૂમિકા ભજવે છે. વાઘ એ ફૂડ ચેનમાં સંતુલન જાળવીને વાતાવરણને સ્વસ્થ રાખે છે.

- સૌથી મહત્વની વાત તો એ છે કે, જો પૃથ્વી પર પૂરતા વાઘ નહીં હોય તો શાકાહારી પ્રાણીઓ જમીન પર વધુ પ્રમાણમાં ચરશે, જે નુકસાન પહોંચાડે છે. જેના કારણે સ્થાનિક વાતાવરણનું સંતુલન ખોરવાશે.





- વાઘ એ જંગલનો સૌથી વધુ ગુપ્ત શિકારી પૈકી એક છે. મોટા વાઘ પાસે નરમ પંજા હોય છે, જે તેમના નિવાસસ્થાનની આસપાસ શાંતિથી ચાલવામાં મદદ કરે છે. WWFના જણાવ્યા અનુસાર, એક વાઘ તેના દૈનિક રાત્રી શિકાર દરમિયાન લગભગ 9થી 19 કિલોમીટરનો પ્રવાસ કરે છે.

- યુનાઇટેડ સ્ટેટ્સમાં વાઘને જંગલને રાખવાના બદલે મોટાભાગના વાઘને કેદમાં રાખવામાં આવે છે.

- સામાન્ય રીતે વાઘ હરણનો શિકાર કરે છે. એક વિશાળ હરણ કરીને વાઘ એક અઠવાડિયા સુધીની પોતાની ભૂખ સંતોષી શકે છે.
First published: