બદલાતી જીવનશૈલી, સ્થૂળતા, જંક ફૂડના સેવન અને તણાવને કારણે યુવાનો અનેક રોગોનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ડાયાબિટીસ (Diabetes) અને બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા વધુ છે. ત્યારે કોરોનાની ઝપટે ચડેલા ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનો ભોગ બનેલા યુવાનોને બ્રેઈન સ્ટોકનો ખતરો વધુ હોવાનું રિસર્ચમાં સામે આવ્યું છે.
બ્રેઈન કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ કોરોના (Corona)થી ગંભીર રીતે સંક્રમિત થયેલા યુવાનોમાં સ્ટ્રોકના કેસ સામે આવી રહ્યા છે. 267 દર્દીઓ પર થયેલા રિસર્ચ પરથી આ વાતને ટેકો પણ મળ્યો છે.
સંશોધનના રિપોર્ટ મુજબ, 267 દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓમાં સ્ટ્રોકના કેસ કોમન હતા. સંક્રમણના કારણે મગજને ડેમેજ થતું હોવાનું ટેસ્ટમાં સામે આવ્યું છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી હોસ્પિટલ સાઉથૈમ્પ્ટનના સંશોધક ડો.એમી રોસ-રસેલ કહે છે કે, કોરોનાના દર્દીઓમાં અલગ અલગ પ્રકારની ન્યુરોલોજીકલ અને માનસિક સમસ્યાઓ જોવા મળી છે. કેટલાક દર્દીઓમાં ન્યુરોલોજીકલ અને માનસિક, બંને પ્રકારની સમસ્યાઓ એક સાથે જોવા મળી હતી. જેના પરથી ફલિત થાય છે કે, દર્દીમાં નર્વસ સિસ્ટમના વિવિધ ભાગો પર કોરોના ખરાબ અસર કરી શકે છે.
ડો. એમી વધુમાં કહે છે કે, સ્ટ્રોકની તકલીફ ધરાવતા દર્દીઓના શરીરના ઘણા ભાગમાં લોહી ગંઠાઈ ગયા બાદ ધમનીઓમાં બ્લોકેજ જોવા મળ્યું છે. ભારતમાં પણ મગજ પર ખરાબ અસરના કેસ સામે આવ્યા છે. જેમાં કોમા, એનસેફેલોપૈથી અને સ્ટ્રોક જેવી બીમારીઓ સામેલ છે. આટલું જ નહીં, કોરોનાના દર્દીઓમાં ગુઈનેલ બૈરે સિન્ડ્રોમના કેસ પણ જોવા મળ્યા છે. આ કેસ મગજ સાથે જોડાયેલ રોગોનો દાખલો છે. ગિલેન-બેરે સિન્ડ્રોમવાળા દર્દીઓમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મગજની ચેતા અને સ્પેઇનલ કોર્ડ પર હુમલો કરે છે.
મગજમાં લોહી પહોંચાડતી ધમનીને નુકસાન થાય અથવા તેમાં અવરોધ હોવાને કારણે લોહી મગજ સુધી પહોંચી શકતું નથી ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવે છે. આવી સ્થિતિમાં લોહી અને ઓક્સિજન મગજ સુધી પહોંચતા નથી. અમેરિકાની સૌથી મોટી હેલ્થ એજન્સી CDCના મત મુજબ ઓક્સિજનના અભાવને કારણે મગજની કોશિકાઓ મિનિટોમાં મૃત્યુ પામવા લાગે છે અને દર્દી બ્રેન સ્ટ્રોક આવે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર