કોરોના વેક્સીનના ઇંજેક્શનથી ગભરાવવાની જરૂર નથી, કોવિડ-19 ટેબ્લેટ પર રિસર્ચ શરૂ

પ્રતિકાત્મક તસવીર

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસની વેક્સીન માટે લોકોને હવે જલ્દીથી ઇંજેક્શનના સ્થાને ટેબ્લેટ આપવામાં આવી શકે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનના ચીફ ડેવલપર સારા ગિલ્બર્ટે જણાવ્યું કે તેમણે પોતાની ટીમ સાથે ઇંજેક્શન ફ્રી ટિકા પર કામ શરૂ કરી દીધું છે. બ્રિટીશ અબબાર ડેલી મેઇલમાં આ ખબર પ્રકાશિત થઈ છે.

  રિસર્ચ વિશે હાઉસ ઓફ કોમન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીએ જણાવતા પ્રોફેસર ગિલ્બર્ટે કહ્યું કે નેઝલ સ્પ્રે દ્વારા ઘણી ફ્લૂ વેક્સીન આપવામાં આવે છે અને અમે આ રીતે કામ કરનાર કોરોના વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા છીએ. તેમણે જણાવ્યું કે મોં વડે વેક્સીનેશન આપવા ઉપર પણ વિચાર ચાલી રહ્યો છે અને જેમને પણ ઇંજેક્શનથી પરેશાની છે તે ટેબ્લેટ દ્વારા પણ લઇ શકે છે.

  આ પણ વાંચો - અમદાવાદ : બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા

  વૈજ્ઞાનિક કોવિડ-19 સામે એવા ટિકાની શોધમાં લાગી ગયા છે જે બાળકોને તાવમાં આપવામાં આવતા નેઝલ સ્પ્રે કે પછી પોલિયો ટિકાકરણ દ્વારા આપવામાં આવતા ટેબ્લેટની જેમ હોય. જોકે પ્રોફેસર ગિલ્બર્ટે કહ્યું કે કોરોના વાયરસ સામે આ વેક્સીનને બનાવવામાં થોડો સમય લાગી શકે છે કારણ કે સુરક્ષા અને અસર સાથે જોડાયેલ પરિક્ષણ કરવા પડશે. રિપોર્ટ પ્રમાણે ટેબ્લેટનું ક્લિનકલ અમેરિકામાં શરૂ કરવામાં આવી ચૂક્યું છે. જ્યારે બ્રિટનમાં નેઝલ સ્પ્રેનો ટ્રાયલ ચાલી રહ્યો છે.

  ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં બાળકો માટે સુરક્ષિત વેક્સીન પર શોધ શરૂ

  બીજી તરફ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે બ્રિટનમાં આ મહિને થનાર ટિકાકરણ પહેલા બાળકો અને યુવાઓને પોતાની કોવિડ-19 વેક્સીન સુરક્ષા આપવા અને તેમાં પ્રતિરક્ષા પ્રતિક્રિયાઓનું આકલન કરવા માટે શોધ શરૂ કરી છે. આ શોધમાં આકલન કરવામાં આવશે કે ચેડોક્સ 1 એનકોવી-19 વેક્સીન 6થી 17 વર્ષના આયુ વર્ગના બાળકો અને યુવા વયસ્કોમાં સારી પ્રતિક્રિયા વિકસિત કરે છે કે નહીં.

  ઓક્સફોર્ડ ટિકા પરિક્ષણના મુખ્ય અન્વેષક પ્રો એન્ડ્રયુ મર્ડે એક નિવેદનમાં કહ્યું કે મોટાભાગના બાળકો અપેક્ષાકૃત કોરોના વાયરસથી અપ્રભાવિત છે અને સંક્રમણથી તે અસ્વસ્થ થવાની સંભાવના નથી. છતા પણ બાળકો અને યુવાઓમાં વેક્સીનની સુરક્ષા અને પ્રતિરક્ષા પ્રતિક્રિયાની સ્થાપન મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક બાળકોને ટિકાકરણથી લાભ થઈ શકે છે.
  Published by:Ashish Goyal
  First published: