અમેરિકા : ફેમસ મોર્ડલે દિકરા સાથે લગાવી મોતની છલાંગ, કારણ જાણી ચોકી જશો

News18 Gujarati
Updated: May 20, 2018, 4:37 PM IST
અમેરિકા : ફેમસ મોર્ડલે દિકરા સાથે લગાવી મોતની છલાંગ, કારણ જાણી ચોકી જશો

  • Share this:
અમેરિકાની પ્રખ્યાત મોડલ સ્ટેફની એડમ્સે સાત વર્ષના દિકરા સાથે 25માં માળેથી છલાંગ લગાવી આત્માહત્યા કરી. આ ઘટના શુક્રવારે સવારે 8 વાગે બની હતી. આ ઘટનામાં સ્ટેફની એડમ્સ અને તેમના સાત વર્ષના દિકરાનું મોત નિપજ્યું હતું. હોટલના અધિકારીઓ અનુસાર, ગુરૂવારે લગભગ 6 વાગે બંને હોટલમાં રોકાયા હતાં. સ્ટેફના મોત પછી હોટલના અન્ય લોકો કહે છે કે તેમને પહેલા ધીમો અવાજ સાંભળ્યો અને પછી મોટેથી અવાજ સાંભળ્યો હતો.

સ્ટેફની એડ્મ્સે પોતાના મોત પહેલા પત્રકાર સાથે ફોન પર વાત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે તે પોતાના દિકરાથી દુર નથી રહી શકતી. જે બાદ પત્રકાર કહે છે કે સ્ટેફની સાથે ફોન પર બે મિનીટ વાત થઇ, પરંતુ સ્ટેફનીએ એ વાતનો કોઇ જ ખુલાસો ન કર્યો જેથી એવો અનુભવ થાય કે તે સુસાઇડ કરવાની છે.પતિની સાથે ચાલી રહ્યો ઝઘડો
પ્રાપ્ત જાણકારી પ્રમાણે, સ્ટેફની અને તેનો પતિ મૈનહટ્ટનની વચ્ચે ઘણાં સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. બંને તેમના દિકરાના કારણે એક-બીજા સાથે વાતચીત કરતા હતાં. બંને કોર્ટમાં દિકરાના સંભાળ માટે લડી રહ્યાં હતાં. સ્ટેફની એડમ્સનો પતિ મૈનહટ્ટન કૈરોપ્રૈક્ટર ચાલ્સ નિકોલાઇએ બુધવારે કોર્ટમાં અરજી કરી, પોતાના દિકરાને રજાઓ પર લઇ જવાની વાત કરી હતી, ત્યારે આ વાતનો કોર્ટે સ્વીકાર કરી લીધો. જેમના કારણે તેમની પત્ની નારાજ થઇ.

અદાલતના નિર્ણયથી ખુશ નહોતી સ્ટેફનીસ્ટેફની એડમ્સ અદાલતના આ નિર્ણયથી ખુશ નહોતી. તે પોતાના દિકરાથી દુર રહેવા માંગતી નહોતી. જણાવામા આવી રહ્યું છે કે આ કારણોસર સ્ટેફનીએ આત્મહત્યા કરી હતી. જો કે તેના મૃત્યુ બાદ હોટલ રૂમમાંથી કોઇ સુસાઇડ નોટ નથી મળી.
First published: May 20, 2018, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading