Home /News /national-international /દિલ્હીમાં નકલી પાસપોર્ટ અને વિઝાના મસમોટા આંતરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ સહિત 5ની ધરપકડ

દિલ્હીમાં નકલી પાસપોર્ટ અને વિઝાના મસમોટા આંતરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ સહિત 5ની ધરપકડ

મીડિયા અહેવાલો મુજબ આ આરોપીઓ પાસેથી અલગ અલગ દેશોના 175 નકલી વિઝા મળી આવ્યા (પ્રતિકાત્મક તસવીર)

Fake Passport VISA Racket: પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટનો માસ્ટર માઈન્ડ ઝાકિર વેબ સીરીઝમાં પૈસા રોકતો હતો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીનના વિઝા સહિત 325 નકલી પાસપોર્ટ, 175થી વધુ નકલી વિઝા મળી આવ્યા

નવી દિલ્હી : દિલ્હી પોલીસના આઈજીઆઈ યુનિટે (IGI Airport Unit) બોગસ પાસપોર્ટ અને વિઝાના આંતરરાષ્ટ્રીય રેકેટનો (Fake Passport VISA Racket)પર્દાફાશ કર્યો છે. આ કેસમાં માસ્ટરમાઈન્ડ ઝાકિર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાસેથી 325 નકલી પાસપોર્ટ (Fake Passport) મળી આવ્યા છે. આ ઉપરાંત ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયાના વિઝા (Bogus Visa) પણ મળી આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ આ આરોપીઓ પાસેથી અલગ અલગ દેશોના 175 નકલી વિઝા મળી આવ્યા છે.

ખૂબ વ્યાપક હતું રેકેટ


બોગસ પાસપોર્ટ અને વિઝાનું આ રેકેટ ખૂબ મોટું છે. આ પ્રકરણમાં આઈજીઆઈ યુનિટને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીનના વિઝા સહિત 325 નકલી પાસપોર્ટ, 175થી વધુ નકલી વિઝા મળી આવ્યા છે. આ સિવાય આ લોકો પાસેથી 1200 રબર સ્ટેમ્પ, 12 પ્રિન્ટર, પોલિમર સ્ટેમ્પ મશીન (ફોટો એક્સોર્સી ચેન્જિંગ મશીન) અને અલ્ટ્રા વાયોલેટ લાઇટ મશીન મળી આવ્યા છે.

આ પણ વાંચો - BJP નેતાના પુત્ર અને દીકરીએ પહેલા સાથે બેસીને ચા પીધી, પછી રૂમમાં જઈ કરી લીધી આત્મહત્યા

માસ્ટર માઈન્ડ ઝાકિર વેબ સીરીઝમાં પૈસા રોકતો હતો


પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટનો માસ્ટર માઈન્ડ ઝાકિર વેબ સીરીઝમાં પૈસા રોકતો હતો. દિલ્હી પોલીસનું આઇજીઆઇ યુનિટ નકલી પાસપોર્ટના મામલામાં સતત કાર્યવાહી કરી રહ્યું છે. એક સપ્તાહ પહેલા જ નકલી પાસપોર્ટ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક એજન્ટ હતો અને બીજો પેસેન્જર હતો. આ લોકો નકલી પાસપોર્ટ તૈયાર કરીને લોકોને વિદેશ મોકલતા હતા.

પાસપોર્ટ વગર રહેતા વિદેશી નાગરિકો પર તવાઈ


દિલ્હી પોલીસે તમામ જિલ્લાઓમાં માન્ય વિઝા અને પાસપોર્ટ વગર રહેતા વિદેશી નાગરિકો પર તવાઈ ચાલુ રાખી છે. પોલીસ આવા વિદેશી નાગરિકોને તેમના દેશમાં દેશનિકાલ કરવાનું પણ કામ કરી રહી છે. આ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દિલ્હી એરપોર્ટ પર નકલી વિઝા અને પાસપોર્ટ સાથે મુસાફરી કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે.

અહીં નોંધનીય છે કે, થોડા સમય પહેલા દિલ્હી પોલીસે નકલી પાસપોર્ટ મામલે ચાર બાંગ્લાદેશી સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. આ મામલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઇજીઆઇ એરપોર્ટ) તનુ શર્માએ કહ્યું હતું કે, લોકોને વિદેશ મોકલવાના બહાને છેતરતી સિન્ડિકેટ સમગ્ર વિશ્વમાં સક્રિય છે. સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી હતી.
First published:

Tags: Crime news, Delhi Crime

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन