Home /News /national-international /

International Nurses Day 2021: કોરોના સામેની લડતમાં નર્સો ભજવી રહી છે Warriorની ભૂમિકા

International Nurses Day 2021: કોરોના સામેની લડતમાં નર્સો ભજવી રહી છે Warriorની ભૂમિકા

નર્સો, કોરોના સામેની લડતમાં કોરોના વોરિયરનું કામ કરે છે. અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકે છે.

નર્સો, કોરોના સામેની લડતમાં કોરોના વોરિયરનું કામ કરે છે. અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકે છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ દરમિયાન નર્સો હીરોનું કામ કરી રહી છે. દર વર્ષે 12 મેના રોજ ફ્લોરેંસ નાઈટીંગલના જન્મદિવસની યાદમાં ઈન્ટરનેશનલ નર્સિસ ડે ઊજવવામાં આવે છે. તેઓ પ્રથમ “પ્રોફેશનલ નર્સ” હતા. આ વર્ષે ઈન્ટરનેશનલ નર્સિસ ડેની થીમ છે, “નર્સિસ: આ વોઇસ ટુ લીડ- ભવિષ્યમાં સ્વાસ્થ્ય માટેની સારસંભાળની દ્રષ્ટિ.”

વૈશ્વિક મહામારી સામે લડવામાં નર્સિસ સૌથી આગળ પડતું કાર્ય કરે છે. નર્સ દર્દીઓને પ્રાથમિક સારવાર આપે છે અને સારસંભાળ રાખે છે. તેઓ દર્દીઓને સમયસર દવાઓ આપવાનું પણ કામ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) અનુસાર વિશ્વભરના સ્વાસ્થ્યકર્મીઓમાં નર્સની સંખ્યા અડધા કરતા પણ વધુ છે.

નર્સિંગ ડે: રાજ્યભરમાં નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન, માંગ નહીં સંતોષાય તો હળતાળની ચીમકી

કોરોના મહામારી સામે લડવામાં નર્સ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કોરોનાવાયરસ સામેની લડતમાં દર્દીઓના ઈલાજમાં નર્સ ડોકટરોની મદદ કરી રહી છે. નર્સ દર્દીઓને કોવિડ-19ની રસી આપવાનું પણ કામ કરે છે. કોવિડ-19ને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર જે સંકટ ઊભુ થયું છે, તેમાં દર્દીઓ અને સ્વાસ્થ્યકર્મીઓની ટીમ વચ્ચે નર્સો મહત્વપૂર્ણ કડીના ભાગરૂપે કાર્ય કરે છે.

Viral: છાણ, ગૌમૂત્રથી ઇમ્યુનિટી વધારવા જતા પહેલા ચેતજો, તબીબોએ મ્યુકરમાઇકોસીસ થવાની આપી ચેતવણી

હાલ સમયની સાથે સાથે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે, કોવિડ-19ના વોર્ડની સ્થિતિ દયનીય બની રહી છે. કોવિડ-19 સામેની લડતમાં નર્સો તેમની નોકરીની સાથે સાથે ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે. દર્દીઓને ખુશ કરવા અને તેમનું મનોબળ વધારવા માટે નર્સ હોસ્પિટલમાં આનંદપૂર્ણ અને ખુશીભર્યા વાતાવરણનું નિર્માણ કરે છે.

નર્સો, કોરોના સામેની લડતમાં કોરોના વોરિયરનું કામ કરે છે. અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકે છે. ઘણીવાર નર્સના સંઘર્ષ પર ધ્યાન આપવામાં આવતું નથી. અનેક મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં અનેક નર્સોને સમયસર વેતન નથી મળી રહ્યું, નર્સ ઓવરટાઈમ કરે છે, જેના કારણે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે.

કોરોનાને કારણે આ એક ચર્ચાનો વિષય બન્યો છે કે, દરેક દેશે સ્વાસ્થ્ય સેવાઓમાં વૃદ્ધિ કરવા માટે નર્સિંગ, નોકરી, શિક્ષામાં રોકાણ કરવું જોઈએ.
First published:

Tags: Corona Pandemic, COVID-19, International nurses day, આરોગ્ય

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन