Home /News /national-international /International Migrants Day 2020: કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ? જાણો તેના વિશે બધું જ

International Migrants Day 2020: કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ? જાણો તેના વિશે બધું જ

આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. (Photo: Reuters)

વિશ્વમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ વર્ષ 2000માં UNGAએ 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી

International Migrants Day 2020: આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોને એ વાત માટે શિક્ષિત કરવાનો છે કે દરેક પ્રવાસી સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો આવશ્યક્તાઓ પૈકી એક છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સામે આવતા પડકારો અને મુશ્કેલીઓને વિશે જાગૃતિ વધારવાનું લક્ષ્ય રાખે છે.

પ્રવાસી કોણ છે?

કોઈ પણ દેશના નાગરિક જ્યારે કામની તલાશમાં પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જઈને વસે છે તો તેને પ્રવાસી કહેવામાં આવી છે. જેમકે જો કોઈ ભારતીય નાગરિક અમેરિકા, કેનેડા, બ્રિટન, સઉદી અરેબિયા કે બીજા કોઈ દેશમાં જઈને ત્યાં વસી જાય છે તો તેમને પ્રવાસી ભારતીય કહેવામાં આવે છે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન સહિત કેટલાક એવા દેશ છે જ્યાં મોટી સંખ્યામાં દુનિયાભરથી આવેલા પ્રવાસી વસે છે.

આ પણ વાંચો, Flipkart Big Saving Days Sale: આજથી શરૂ થઈ રહ્યું છે ફ્લિપકાર્ટનું બમ્પર સેલ, મળશે 70% સુધી છૂટ

આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસનો ઈતિહાસ શું છે?

18 ડિસેમ્બર 1990ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ તમામ પ્રવાસી કામદરોના અધિકાર અને તેમના પરિવારોના સભ્યોના સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય સંમેલનેન અપનાવ્યું. 4 ડિસેમ્બર 2000ના રોજ UNGAએ દુનિયામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને માન્યતા આપી અને 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. સપ્ટેમ્બર 2016માં UNGAએ શરણાર્થીઓ અને પ્રવાસીઓના મોટા આંદોલનોને સંબોધિત કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલનની મેજબાની કરી. શિખર સંમેલનમાં વધુ માનવીય અને સમન્વિત દૃષ્ટિકોણની સાથે દેશોને એક સાથે લાવવાનો લક્ષ્ય હતો.

આ પણ વાંચો, ચીનમાં આ પહાડીની ચોટી પર છે ધરતીનું ‘સ્વર્ગ’, જાણો 500 વર્ષ જૂના મંદિર સુધી લોકો કેવી રીતે પહોંચે છે

આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ સાથે જોડાયેલા કેટલાક અગત્યના તથ્ય

- આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે તેમના જન્મના દેશ ઉપરાંત કોઈ પણ અન્ય દેશમાં રહેનારા લોકોની સંખ્યા 2019માં 272 મિલિયન સુધી પહોંચી ગઈ હતી.
- મહિલા પ્રવાસીઓ કુલ સંખ્યાના 48 ટકા છે.
- અંદાજિત તેમાંથી 38 મિલિયન બાળકો છે.
- ચાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી ત્રણની કામકાજની ઉંમર એટલે કે 20થી 64 વર્ષની વચ્ચે છે.
- દુનિયાભરમાં લગભગ 31 ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસી એશિયામાં, યૂરોપમાં 30 ટકા, અમેરિકામાં 26 ટકા, આફ્રિકામાં 10 ટકા અને ઓશિયાનામાં 3 ટકા છે.
First published:

Tags: Migrants, UNGA, United nations, જ્ઞાન, ભારત

विज्ञापन