International Labour Day 2021: મજૂરો પણ માણસ છે, લાંબા સમયે થયું હતું દુનિયાને આ વાતનું ભાન

International Labour Day 2021: મજૂરો પણ માણસ છે, લાંબા સમયે થયું હતું દુનિયાને આ વાતનું ભાન
જોકે, વિશ્વમાં મજૂરો સાથેના શોષણના બનાવો સાવ બંધ થઈ ગયા હોય એવું પણ નથી.

જોકે, વિશ્વમાં મજૂરો સાથેના શોષણના બનાવો સાવ બંધ થઈ ગયા હોય એવું પણ નથી.

  • Share this:
1 મેના રોજ વિશ્વમાં મજૂર દિવસની ઉજવણી થાય છે. આ દિવસ મનાવવાની શરૂઆત અમેરિકા દ્વારા થઈ હતી. 1886માં અમેરિકામાં શ્રમિકોની માંગ માની લેવામાં આવી હતી. જેના પરિણામે અમેરિકાના વર્ક કલ્ચરમાં ધરમૂળથી ફેરફાર થઈ ગયા હતા. ત્યારથી 1 મેના રોજ મજૂર ક્રાંતિ દિવસ ઉજવાય છે. આ દિવસ માત્ર મજૂર ક્રાંતિની સફળતા માટે નહીં, પરંતુ તેમના હિતો અને સન્માન માટે મનાવવામાં આવે છે.

મોટો હક્ક મળ્યો19મી સદીમાં શ્રમિકોની હાલત સારી નહોતી. મજૂરોને પોતાના હક્ક માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો. જેને લઈને 1886ની 1 મેના રોજ હજારો શ્રમિકોએ હડતાળ કરી હતી.

તેમની સૌથી મોટી માંગ કામનો સમય 15 કલાકથી ઘટાડીને 8 કલાક કરવાની હતી. આ હડતાળ બાદ તેમને સન્માન અને હક મળ્યા હતા. કામના કલાકો ઘટાડી 8 કલાક કરાયા હતા. ત્યાર બાદ આખી દુનિયામાં 1લ મેના રોજ મજૂર દિવસની ઉજવણી થઈ હતી.

'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': CM રૂપાણીએ ગામડાં કોરોનામુક્ત બને તે માટે આપ્યો માસ્ટર પ્લાન

એક ઘટનાએ ઇતિહાસ બદલી નાખ્યો

આ હડતાલ સરળ નહોતી. 4 મેના રોજ શિકાગોના હેમાકેન્ટમાં હડતાળ દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની જાણકારી કોઈને ન હતી. પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓને ભગાડવા માટે શ્રમિકો ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં અનેક મજૂરોના મોત થયા હતા. ત્યાર બાદ હડતાલમાં આક્રોશ વધી ગયો હતો.

આખી દુનિયાને હચમચાવી દીધી

19મી સદી ઔદ્યોગિક ક્રાંતિનો યુગ હતો. આ દાયકામાં દુનિયાના તામામ ઔદ્યોગિક દેશોમાં શ્રમિકોની હાલત સારી નહોતી. મજૂરોની માત્ર ઓજાર તરીકે ઉપયોગમાં લેવાતા હતા. તેમની સાથેનો વ્યવહાર અમાનવીય હતો. વિશ્વના શ્રમિકોની સ્થિતિ સુધારવાનું અભિયાન 19મી સદીના બીજા ભાગમાં શરૂ થયું હતું. અલબત્ત 4 મેના રોજ થયેલી ઘટનાએ આખા વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટના બાદ અનેક મજૂરોએ જીવ દીધા હતા.

સફરનામા: બોલી અને સાંભળી ન શકનાર આ બે રાઇડર્સ કાપશે 12000 કિમીનું અંતર, આપી રહ્યાં છે ખાસ સંદેશ

સિલસિલો શરુ થઈ ગયો

વર્ષ 1989માં આંતરરાષ્ટ્રીય બેઠકમાં નક્કી થયું કે વર્ષ 1976માં 1 મેના રોજ શિકાગો પ્રદર્શનને યાદ કરીને મજુર દિવસ મનાવવામાં આવશે. 1 મે 1890માં અમેરિકા અને યુરોપમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ સમયમાં પ્રદર્શનનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે મજૂરોની સ્થિતિ સુધારતી આ ઘટના અમેરિકામાં મે મહિનામાં બની હતી, પરંતુ ખુદ અમેરિકા મજૂર દિવસને સપ્ટેમ્બરના પ્રથમ સોમવારે ઉજવે છે.

ધીમે ધીમે મજૂરોની સ્થિતિ બદલાઈ

મજૂરોની સ્થિતિ બદલાઇ અને વિશ્વમાં મજૂર દિવસની ઉજવણી થવા લાગી તેવું માત્ર એક દિવસમાં બન્યું નહોતું. 20મી સદીમાં મજૂરો સાથે માણસો જેવો વ્યવહાર કરી સન્માન આપવાની વાત ઉપસી આવી હતી. પહેલા મજૂરો અને હથિયારોને ઉત્પાદન વધારવા અને નફો કમાવાનું સાધન ગણાતું. પરંતુ વીસમી સદીના મધ્યભાગમાં મજૂરો મશીન નથી, તેમની સાથે માણસો જેવો વ્યવહાર કરવો જોઈએ તે બાબતનો સ્વીકાર થયો હતો. મજૂરો સાથેનો સારો વ્યવહાર ઉત્પાદનમાં વૃદ્ધિ લઈ આવે છે, તેવું પણ સ્વીકારવામાં આવ્યું હતું. ત્યાર બાદ વીસમી સદીમાં માનવ અધિકારોની માંગના માધ્યમથી મજૂરોની સ્થિતિ સુધરી ગઈ હતી.

જોકે, વિશ્વમાં મજૂરો સાથેના શોષણના બનાવો સાવ બંધ થઈ ગયા હોય એવું પણ નથી. આજે પણ દુનિયામાં મજૂરોનું શોષણ થાય છે. જાતિના આધારે વળતર અલગ અલગ હોય છે. અસંગઠિત ક્ષેત્રોમાં આવા પાસાઓ વધુ જોવા મળે છે. આવી બાબતો રોકવા માટે કાયદા બન્યા છે, પરંતુ તેના પર વધુ ધ્યાન અપાયું નથી.
Published by:News18 Gujarati
First published:May 01, 2021, 12:51 IST

ટૉપ ન્યૂઝ