Home /News /national-international /આવતીકાલથી દેશમાં International Flight ભરશે ઉડાન, કેન્દ્ર સરકારે મુસાફરોને આપી આ મોટી રાહત

આવતીકાલથી દેશમાં International Flight ભરશે ઉડાન, કેન્દ્ર સરકારે મુસાફરોને આપી આ મોટી રાહત

જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)

International Flights Services Resume from 27 March: દેશમાં 27 માર્ચ એટલે કે આવતીકાલથી ઈન્ટરનેશનલ એરલાઈન્સ શરૂ થવા જઈ રહી છે. અગાઉ, કેન્દ્ર સરકારે એરપોર્ટ અને ફ્લાઈટ્સ પર હાલના કોવિડ-19 (Covid 19) નિયમોમાં ઘણી છૂટછાટ જાહેર કરી છે

કોરોના (Corona) રોગચાળાને કારણે માર્ચ 2020 થી બંધ કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સેવાઓ આવતીકાલે એટલે કે 27 માર્ચથી શરૂ (International Flights Services Resumes in India) થવા જઈ રહી છે. અગાઉ, કેન્દ્ર સરકારે એરપોર્ટ અને ફ્લાઈટ્સ પર હાલના કોવિડ-19 નિયમોમાં ઘણી છૂટછાટ જાહેર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા નિયમો (Ministry of Civil Aviation New Guidelines) અનુસાર, કેબિન ક્રૂના સભ્યોએ હવે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કીટ પહેરવાની જરૂર નથી અને એરપોર્ટ પરના સુરક્ષા કર્મચારીઓ જો જરૂર પડે તો મુસાફરોની તપાસ ફરી શરૂ કરી શકે છે.

સરકારે જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મેડિકલ ઇમરજન્સી માટે એરલાઇન્સે પણ 3 સીટો ખાલી રાખવાની જરૂર નથી. હવાઈ ​​પરિચાલનની વધુ સારી સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આ નિયમો હળવા કર્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના આદેશમાં કહ્યું કે, ઉચ્ચ સ્તરના રસીકરણની સાથે, દેશમાં કોરોનાવાયરસ ચેપની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  Rajasthan : પરિવારને મંજૂર ન હતો પ્રેમ, એકબીજાથી 1100 કિમી દૂર બેઠા કપલે ભર્યું આવું ખોફનાક પગલું

જો કે, કેન્દ્ર સરકારે કહ્યું કે એરપોર્ટ પર અને ફ્લાઈટ દરમિયાન ફેસ માસ્ક (Mask) પહેરવું અને હેન્ડ હાઈજીન/સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. એરલાઈન કંપની સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને ફ્લાઈટમાં કેટલીક વધારાની PPE કિટ, સેનિટાઈઝર અને N-95 માસ્ક લઈ જઈ શકે છે. તેનો ઉપયોગ મુસાફરો તેમજ ફ્લાઇટ સ્ટાફના કોઈપણ વ્યક્તિના ચેપને લગતા કેસોમાં થઈ શકે છે.

ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) દ્વારા લાગવામાં આવેલા નિયંત્રણોને કારણે ભારતીય ઉડ્ડયન બજાર હજુ પણ મંદીમાંથી બહાર આવી રહ્યું છે. વાસ્તવમાં, જાન્યુઆરીમાં, કોરોના સંક્રમણના મામલાઓમાં વધારો થવા પર ટ્રાવેલ પ્રતિબંધને કારણે, એરલાઇન કંપનીની હિલચાલ ફરી અટકી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે ભારતે 23 માર્ચ 2020 ના રોજ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી. જો કે, જુલાઈ 2020 માં 37 દેશો સાથે એર બબલ વ્યવસ્થા દ્વારા ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: First Time in India કેજરીવાલ સરકાર દિલ્હીના લોકો માટે લાવી રહી છે E-Health Card, જાણો તેની ખાસિયતો

જેમાં અમુક શરતો સાથે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ ઓપરેશનને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબર, 2021થી સ્થાનિક એરલાઈન્સને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપી હતી.
First published:

Tags: Coronavirus, International flights, Ministry of Civil Aviation