International Day of Peace 2021: ઈતિહાસ, થીમ અને કોવિડ -19 દરમિયાન તેનું મહત્વ

સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

  • Share this:
સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) એ તેનું વર્ણન કરતા જણાવ્યું છે કે, આ 24 કલાક અહિંસા અને યુદ્ધવિરામ દ્વારા શાંતિના આદર્શોને મજબૂત કરવા માટે સમર્પિત છે. વિશ્વભરમાં કેટલાક દેશો સરહદોની વહેંચણી માટે હિંસક અને લોહિયાળ ભૂતકાળ ધરાવે છે અને કેટલાક હજી પણ રાજકીય તણાવો દ્વારા શાંતિ જાળવી રાખી છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace): ઇતિહાસ અને તેનું મહત્વ

સંયુક્ત રાષ્ટ્રના(UN) જનરલ એસેમ્બલી(General Assembly)એ 1981માં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની સ્થાપના કરી હતી. આ દિવસની સ્થાપનાના 20 વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ સર્વસંમતિથી દિવસને એવા સમયગાળા તરીકે નિયુક્ત કરવાનો મત આપ્યો હતો, જ્યાં દેશોએ અહિંસા અને યુદ્ધવિરામનો અભ્યાસ કરવો જોઈએ.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (INTERNATIONAL DAY OF PEACE 2021)ની થીમ

આ વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની થીમ "દરેક માટે સમાન અને ટકાઉ વિશ્વ માટે વધુ સારી રીતે પુન:પ્રાપ્ત કરવું (Recovering better for an equitable and sustainable world)." છે. આંતરરાષ્ટ્રીય સંગઠને તેના સભ્યોને સર્જનાત્મક અને સામૂહિક રીતે વિચારવા વિનંતી કરી છે કે દરેકને વધુ સારી રીતે સ્થિતિસ્થાપકતા કેવી રીતે વિકસાવવી અને વિશ્વને વધુ સમાનતાવાદી, વધુ ન્યાયી, સમાવિષ્ટ, ટકાઉ અને તંદુરસ્તમાં કેવી રીતે પરિવર્તિત કરવું. અને આ થીમ કોરોના કાળ (COVID-19) ના સંદર્ભમાં છે.

કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કોરોના કાળમાં કેટલાક વંચિત અને સીમાંત સમુદાયોને વધુ અસર કરી છે. ખાસ કરીને COVID-19 વચ્ચે વિશ્વભરમાં થયેલી અસમાનતા તરફ ધ્યાન દોરતા, સંસ્થાએ કહ્યું કે એપ્રિલ 2021 સુધીમાં વૈશ્વિક સ્તરે 687 મિલિયનથી વધુ COVID-19 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, પરંતુ 100 થી વધુ દેશો એવા છે જ્યાં હજુ સુધી એક પણ ડોઝ મળ્યો નથી.

જે દેશોને હજુ સુધી આરોગ્યસંભાળ સુવિધાઓ મળી નથી અને તે ખાસ કરીને આરોગ્ય સંભાળની અછતના સંદર્ભમાં નબળા છે અને તેઓ હજુ પણ સંઘર્ષમાં ફસાયેલા છે.

 આ પણ વાંચો- World Alzheimer's Day 2021: આજે છે વિશ્વ અલ્ઝાઈમર દિવસ, જાણો કેટલી ખતરનાક છે આ બીમારી

આ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનો ઉપયોગ આરોગ્ય સંભાળ ઉપરાંત, આપણા કુદરતી વાતાવરણ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે જે આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગથી આવનારા ખતરા હેઠળ છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના નિવેદનમાં કહ્યું કે "આપણે પ્રકૃતિ સાથે શાંતિપૂર્ણ વર્તન કરવું જોઈએ (we must make peace with nature)."

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું ક્લાઇમેટ ચેન્જ તો અટકી શકે તેમ નથી, માટે તેમને ગ્રીન અને ટકાઉ વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવા માટે વિનંતી કરી જે રોજગારી ઉત્પન્ન કરી શકે, ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડે અને સતત વધતી જતી આબોહવા અસરો સામે સ્થિતિસ્થાપકતા લાવે.
Published by:Kaushal Pancholi
First published: