International Day of Democracy 2021: દર વર્ષે 15 સપ્ટેમ્બરે કેમ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ?

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ આપણને યાદ અપાવે છે કે લોકતંત્ર લોકો વિશે અને લોકો માટે છે. (પ્રતીકાત્મક તસવીર)

International Day of Democracy 2021: આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની આ વર્ષની થીમ COVID-19 A Spotlight on Democracy રાખવામાં આવી છે

  • Share this:
International Day of Democracy 2021: દર વર્ષે 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy) તરીકે મનાવવામાં આવે છે. સરકારનું આ સ્વરૂપ વિશ્વભરમાં સૌથી પ્રિય છે. વર્ષ 1989માં બર્લિનની દિવાલનું પડવું (collapse of the Berlin Wall), 1991માં શીતયુદ્ધનો અંત (end of the Cold War), 1994માં સાઉથ આફ્રિકામાં (South Africa) રંગભેદની સમાપ્તિ આ તમામ પ્રમુખ ઘટનાઓ હતી. જેણે લોકતંત્રના (Democracy) ભવિષ્ય વિશે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કર્યુ. આ સકારાત્મકતાને જાળવી રાખવા વર્ષ 2007માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ (United Nations General Assembly) આ દિવસની શરૂઆતને લઇને એક પ્રસ્તાવ પસાર કર્યો.

લોકશાહી એટલે શું?

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ આપણને યાદ અપાવે છે કે લોકતંત્ર લોકો વિશે અને લોકો માટે છે. લોકતંત્રનો અર્થ છે ન કોઇ રાજ અને ન કોઇ ગુલામ, તેમાં બધા જ એક સમાન છે. દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો સમાન અધિકાર છે. લોકતંત્ર એક એવી પ્રણાલી છે, જેમાં કોઇ પણ દેશના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક પ્રતિનિધિને ચૂંટે છે.

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઇતિહાસ (International Democracy Day History)

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ વર્ષ 2008માં મનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત વિશ્વના દરેક ખૂણામાં સુશાસન લાગૂ કરવાનો હેતુ છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે સમાજમાં માનવાધિકારો અને કાયદાઓના નવા નિયમની હંમેશા રક્ષા કરવામાં આવે છે. ભારતને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કહેવામાં આવે છે, કારણ કે કરોડો લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સરકારની પસંદગી કરે છે.

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું મહત્ત્વ (International Democracy Day Importance)

કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વના દેશોમાં ભારે સામાજીક, રાજકિય અને કાનૂની સમસ્યાઓ સર્જાઇ છે. મોટાભાગના દેશોએ આ પડકારનો સામનો કરવા કટોકટીના પગલાઓનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન જરૂરી છે કે દેશોમાં કાયદાનું શાસન જળવાઇ રહે, આંતરરાષ્ટ્રિય ધોરણો અને કાનૂની સિદ્ધાંતોનું રક્ષણ અને આદર કરવામાં આવે અને ન્યાય, ઉપાયો અને યોગ્ય પ્રતિક્રિયા આપવાનો અધિકાર આપવામાં આવે.

આ પણ વાંચો, આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ- માનવાધિકારો સાથે જીવવા માટે લોકશાહી અનિવાર્ય છે

તેવામાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ સમગ્ર વિશ્વમાં લોકશાહીની સ્થિતિનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. દર વર્ષે અલગ અલગ વિષયો ઉજાગર કરવામાં આવે છે. અગાઉના વિષયોમાં મજબૂત લોકશાહી, ટકાઉ વિકાસ માટે 2030ના એજન્ડા માટે લોકશાહીની સુસંગતતા, લોકભાગીદારી વધારવી, ચર્ચાઓ, જવાબદારી અને રાજકિય સહિષ્ણુતાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો, જાણો મહિલાઓની રક્ષા કરતા પાંચ બંધારણીય અધિકારો અંગે

શું છે આ વર્ષની થીમ? (International Democracy Day Theme)

વર્ષ 2020માં આંતરરાષ્ટ્રિય લોકતંત્ર દિવસની થીમ ‘COVID-19 A Spotlight on Democracy’ રાખવામાં આવી હતી. જ્યારે આ વર્ષે એટલે કે 2021માં હજુ સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસત્રા દ્વારા થીમ જાહેર કરવામાં આવી નથી.
First published: