Home /News /national-international /2021માં દુનિયામાં 27.5 કરોડ લોકોએ નશો કર્યો, અનેક દેશોમાં ભાંગનો ઉપયોગ વધ્યો: રિપોર્ટ
2021માં દુનિયામાં 27.5 કરોડ લોકોએ નશો કર્યો, અનેક દેશોમાં ભાંગનો ઉપયોગ વધ્યો: રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર
UNDCના વર્ષ 2021ના વર્લ્ડ ડ્રગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં 27.5 કરોડ લોકોએ ગત વર્ષે નશો કર્યો હતો. સાથે જ 3.6 કરોડ લોકો નશાના વિકારથી પીડિત હતા.
નવી દિલ્હી: વિશ્વમાં દર વર્ષે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ (International Day against Drug Abuse and Illicit Trafficking) ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય છે કે દુનિયામાં વધારેમાં વધારે લોકોની નશાની લત અને તેનાથી થતા મોતથી બચાવી શકાય. સાથે જ સમગ્ર વિશ્વના લોકો માટે શોધ, આંકડા અને તથ્યો સામે લાવવા, જેનાથી નશાના રવાડે ચઢેલા લોકોનું જીવન બચાવી શકાય. લોકોમાં જાગૃકતા લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર આ દિવસે ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે.
મોટો ઉદ્દેશ્ય
આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ સમગ્ર દુનિયાના કાર્યકર્તાઓ, ડોક્ટરો, નશો છોડવા માટે લોકોની મદદ કરતા સંગઠન અને સરકારો માટે એકતા બતાવવાનો અવસર પણ છે, જેનાથી નશા કરતા લોકોની મદદ કરવી સરળ થઇ શકે. નિષ્ણાંતોના મતે આ પડકારને ઝીલવા માટે સહયોગ હોવો ખૂબ મહત્વપૂર્ણ છે.
સંયુક્ત રાષ્ટ્રનો દ્રષ્ટિકોણ
સંયુક્ત રાષ્ટ્રના નશા અને તેના સાથે સંબંધિત ગુનાઓનો હલ લાવતી શાખા યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ(UNODC)નું પણ કહેવું છે કે, સાથે કામ કરીને જ આપણે નશાની સમસ્યા સામે લડી શકીએ છીએ. કોરોના મહામારીની સમસ્યાથી આપણે શીખ્યા છીએ કે સાથે મળીને આપણે કોઈપણ સમસ્યાનું નિવારણ લાવી શકીએ છીએ. વિશેષજ્ઞોનું કહેવું છે કે, નશાની લત થવાની સંભાવનાવાળા લોકોની મદદમાં સામુદાયિક અને પારિવારિક સહયોગ ખૂબ મહત્ત્વનો છે.
7 ડિસેમ્બર, 1987ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ સમાજને નશાથી મુક્ત બનાવવા અને વૈશ્વિક એકતા બનાવવાના ભાગરૂપે 26 જૂનને આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. સાથે જ આ દિવસને ચીનના હ્યુમેન અને ગુઆંગડોનમાં અફીણ યુદ્ધ પહેલા અફીણના વ્યાપારને બરબાદ કરવાની લિન જેસ્ક્યૂની રણનીતિ પણ ગણાય છે.
વર્ષ 2021ની થીમ
વર્ષ 2021માં આ આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રએ 'શેર ફેક્ટ્સ ઓન ડ્રગ્સ, સેવ લાઈવ' થીમ રાખી છે. ત્યારે ભારતમાં લોકોએ દેશમાં આ સંદેશ ફેલાવવાની જરૂરત છે. ઘણા દેશ નશાના વ્યાપારમાં બરબાદ થઇ ચુક્યા છે. તેવામાં ભારત સહીત ઘણા દેશોમાં નશાનો આ વ્યાપાર મોટું નુકશાન કરી શકે તેવી દહેશત છે.
UNDCના વર્ષ 2021ના વર્લ્ડ ડ્રગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં 27.5 કરોડ લોકોએ ગત વર્ષે નશો કર્યો હતો. સાથે જ 3.6 કરોડ લોકો નશાના વિકારથી પીડિત હતા. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પ્રકોપના કારણે ઘણા દેશોમાં ભાંગનો ઉપયોગ વધી ગયો છે. રિપોર્ટ્સ મુજબ, ફાર્માસ્યુટિકલ્સ દવાનો નોન મેડિકલ ઉપયોગ પણ વધી ગયો છે.
" isDesktop="true" id="1108554" >
માદક દ્રવ્યોની તસ્કરી પર મહામારીની નહિવત અસર
લગભગ 1.1 કરોડ લોકોએ નશાના ઇન્જેક્શન લીધા છે. જેમાંથી અડધા લોકો હિપેટાઇટિસ સીથી પીડાતા હતા. અફીણ જેવી દવાઓનું નશાથી વિકારમાં મોટું યોગદાન રહ્યું છે. કોરોના મહામારીની શરૂઆતમાં માદક દ્રવ્યોના બજારમાં થોડો ફર્ક પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ માદક દ્રવ્યોનું બજાર યથાવત શરુ થઇ ગયું હતું. તમને જણાવી દઈએ કે, માદક દ્રવ્યોની તસ્કરીમાં સમયાંતરે વધારો થઇ રહ્યો છે. એટલું જ નહીં, પ્રાઇવેટ જેટનો નશાના દ્રવ્યોની તસ્કરી માટે ઉપયોગ વધી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર